કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્ય બીઆર પાટિલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તે દરમિયાન તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું છે.
Advertisement
Advertisement
ભાજપ કર્ણાટકે કોંગ્રેસના ધારાસભ્ય બીઆર પાટિલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે અને હિન્દુઓના મતો મેળવવા માટે ભાજપ રામ મંદિર પર બોમ્બથી હુમલો કરાવી શકે છે અને પછી તેનો આરોપ મુસ્લિમ સમુદાય પર લગાવી શકે છે.
કર્ણાટક બીજેપી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જોકે, બીઆર પાટિલે આ ટિપ્પણી ક્યારે કરી હતી એ વાત સ્પષ્ટ નથી.આ વીડિયોમાં કોંગ્રેસના નેતાને એમ કહેતા સાંભળી શકાય છે કે, ‘એવી સંભાવના છે કે ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં મોદીને જીતાડવા માટે રામ મંદિર પર બોમ્બ ફેંકે. પછી દોષ મુસ્લિમો પર નાખવામાં આવશે અને હિન્દુઓ એક થઈ જશે. જોકે, એ પણ સ્પષ્ટ નથી કે પાટીલે ખરેખર આવું કહ્યું છે કે નહીં.
ಹಿಂದೂ ಧರ್ಮದ ಬುನಾದಿಯನ್ನೇ ಪ್ರಶ್ನಿಸಲು ಹೊರಟ ಕಾಂಗ್ರೆಸ್ಸಿಗರು ಈಗಲೇ ರಾಮಮಂದಿರದ ಮೇಲೆ ಕಾಕದೃಷ್ಟಿ ಬೀರಿದ್ದಾರೆ.
ರಾಮಮಂದಿರವನ್ನೇ ಅಲುಗಾಡಿಸಿ ಹಿಂದೂ-ಮುಸ್ಲಿಂ ದಂಗೆಯೆಬ್ಬಿಸಿ ಅದನ್ನು ಸರ್ಕಾರದ ತಲೆಗೆ ಕಟ್ಟಲು @INCIndia ಈಗಾಗಲೇ ಸಜ್ಜಾಗಿರುವ ವಿಚಾರವನ್ನು ಸಚಿವರಾದ ಬಿ. ಆರ್. ಪಾಟೀಲರು ಬಾಯಿ ತಪ್ಪಿ ಹೇಳಿದ್ದಾರೆ. pic.twitter.com/YLwtVsvrH8
— BJP Karnataka (@BJP4Karnataka) September 25, 2023
કોંગ્રેસ પર હિન્દુ-મુસ્લિમ કરવાનો આરોપ
ભાજપે પાટિલના આ નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પર નિશાન સાધતા ભાજપે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ હિન્દુ-મુસ્લિમ તણાવ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપે X પર લખ્યું કે, હિંદુત્વના પાયા પર સવાલ ઉઠાવનારા કોંગ્રેસીઓની નજર હવે રામ મંદિર પર પડી છે. કોંગ્રેસ રામ મંદિરને અસ્થિર કરવાનો અને હિંદુ-મુસ્લિમ વચ્ચે તંગદિલી વધારવાનો પ્રયાસ કરી રહી છે. મંત્રી બી.આર.પાટીલે ભલે આ વાત ભૂલથી કેમ ના કહી દીધી હોય.
ઉલ્લેખનીય છે કે દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તમામ પક્ષો પોતપોતાના સ્તરે તૈયારી કરી રહ્યા છે. દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં ભાજપની વધારે પકડ નથી. પરંતુ કર્ણાટકમાં ભાજપની સારી પકડ છે. કર્ણાટકમાં લોકસભા બેઠકોની સંખ્યા 28 છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં 25 બેઠકો જીતી હતી તેના આધારે તે વાતનો અંદાજ લગાવી શકાય તેમ છે.
Advertisement