ભાજપાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)વિરુદ્ધ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ સાથે સમન્સ જારી કરવાનો આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement
27મી જુલાઈ સુધીનો સમય
ચૂંટાયેલા ભૂતપૂર્વ અને વર્તમાન સાંસદો/ધારાસભ્યો સંબંધિત ફોજદારી કેસોનો નિકાલ કરવા માટેની એક વિશેષ અદાલતે ઈન્ડિયન પીનલ કોડની કલમ 499 (બદનક્ષી) અને 500 (બદનક્ષી માટેની સજા) હેઠળના ગુનાઓની નોંધ લીધી છે. કોર્ટે આ મામલામાં એફિડેવિટ દાખલ કરવા માટે આગામી 27 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. આ સંદર્ભમાં, કોર્ટે તમામ પ્રતિવાદીઓને સમન્સ જારી કરવાનો મંગળવારે આદેશ આપ્યો હતો.
શું છે મામલો ?
9 મેના રોજ કર્ણાટક રાજ્ય સચિવ એસ કેશવપ્રસાદે ફરિયાદ આપી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓએ ભાજપની છબી ખરાબ કરવા માટે જાહેરાતો બહાર પાડીહતી. આ જાહેરાતોમાં ભાજપ વિશે ખોટા દાવા કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ વર્ષે 5 મેના રોજ અખબારોમાં વિધાનસભા ચૂંટણી માટે જાહેરાત આપી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તત્કાલીન ભાજપ સરકાર 40 ટકા ભ્રષ્ટાચારમાં સામેલ હતી અને 1.5 લાખ કરોડ રૂપિયાની લૂંટ કરી હતી.
આ પહેલા પણ ફસાયા છે રાહુલ
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલે 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી. 23 માર્ચે કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેના એક દિવસ પછી, 2019 માં કેરળના વાયનાડથી લોકસભામાં ચૂંટાયેલા ગાંધીને લોકોના પ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈઓ હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
Advertisement