દિલ્હી: ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
Advertisement
Advertisement
મુખ્ય ચૂંટણી કમિશનર જાહેરાત કરશે
મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ દિલ્હીમાં આકાશવાણીના રંગભવન ઓડિટોરિયમમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી પંચના મુખ્ય અધિકારીઓ પણ હાજર રહેશે.
અલગ-અલગ તબક્કામાં મતદાન?
ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની સંભવિત રૂપરેખા તૈયાર કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છત્તીસગઢમાં બે તબક્કામાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક તબક્કામાં મતદાન થવાની સંભાવના છે. એવું મનાય છે કે પાંચ રાજ્યોમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં અલગ-અલગ તબક્કામાં મતદાન થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મત ગણતરીની તારીખ 10 થી 15 ડિસેમ્બર વચ્ચે નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે.
ક્યાં અને ક્યારે કાર્યકાળ સમાપ્ત થાય છે?
મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બર 2023 ના રોજ પૂરો થાય છે. જ્યારે મધ્યપ્રદેશ વિધાનસભાની ટર્મ 6 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થશે. છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3 જાન્યુઆરી, 2024ના રોજ પૂરો થશે. રાજસ્થાનનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થશે તેલંગાણા વિધાનસભાની ટર્મનો 16 જાન્યુઆરી 2024 ના રોજ અંત આવે છે.
Advertisement