દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, વિપક્ષ મણિપુર મુદ્દે બંને ગૃહોમાં સતત હોબાળો મચાવી રહ્યો છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સંસદ પરિસરમાં એક કાગડાએ તેમના પર હુમલો કર્યો હતો. તેઓ ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે એક કાગડાએ તેમના માથા પર ચાંચ મારી અને ઉડી ગયો હતો.
Advertisement
Advertisement
દિલ્હી ભાજપાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર તેમની તસવીર શેર કરતાં ટોણો માર્યો છે. ટ્વીટમાં લખ્યું, “જૂઠ બોલે કૌઆ કાટે. આજ સુધી તો માત્ર સાંભળ્યું હતું, આજે એ જોઈ પણ લીધું છે કે જૂઠું બોલનારને કાગડાએ ચાંચ મારી છે!”
झूठ बोले कौवा काटे ?
आज तक सिर्फ सुना था, आज देख भी लिया कौवे ने झूठे को काटा ! pic.twitter.com/W5pPc3Ouab
— BJP Delhi (@BJP4Delhi) July 26, 2023
કાગડાએ રાઘવ ચઢ્ઢાના માથા પર ચાંચ મારી
આ ઘટના ગઈકાલે બની હતી. રાજ્યસભાની કાર્યવાહીમાં હાજરી આપીને બહાર આવેલા રાઘવ ચઢ્ઢા ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન અચાનક ઉપરથી એક કાગડો આવ્યો અને તેમના માથા પર ચાંચ મારવાનો પ્રયાસ કર્યો, રાઘવ અચાનક ચોંકી ગયા અને નીચે ઝૂકી ગયા. આ સમગ્ર ઘટનાને એક ફોટોગ્રાફરે થોડી જ સેકન્ડમાં કેમેરામાં કેદ કરી લીધી. જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ
અનુરાગ નામના ટ્વિટર યુઝરે લખ્યું, ‘લોકશાહી પર સીધો હુમલો. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને સંસદ પરિસરમાં એક કાગડાએ ચાંચ મારી દીધી. જ્યારે, કેટલાંક લોકોએ તેને અશુભ ગણાવ્યું છે અને કેટલાક યુઝર્સે રાઘવ વિશે સંવેદના પણ વ્યક્ત કરી છે.
Advertisement