દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટી બનાવવા માટે એક વટહુકમ બહાર પાડ્યો છે, જે દિલ્હીમાં ફરજ બજાવતા તમામ DANICS અધિકારીઓ અને ગ્રુપ A અધિકારીઓની બદલી અને પોસ્ટિંગની ભલામણ કરવાની સત્તા ધરાવશે. કેન્દ્રના આ નિર્ણય સામે કેજરીવાલ સતત વિરોધ પક્ષોના નેતાઓને મળી રહ્યા છે અને તેમનો સહયોગ માંગી રહ્યા છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસે કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે.
Advertisement
Advertisement
કેન્દ્રની મોદી સરકારના વટહુકમ પર આમ આદમી પાર્ટી (આપ) ને સમર્થન આપવા અંગે કોંગ્રેસે આજે પોતાનું વલણ લગભગ સ્પષ્ટ કરી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથેની બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ તેમને વટહુકમ પર AAPને સમર્થન ન આપવા જણાવ્યું છે. ખડગે સાથેની બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ એકસૂરે કહ્યું કે દિલ્હીમાં AAP સાથે કોઈ ગઠબંધન થવું ન જોઈએ.
બેઠકમાં કોણ- કોણ હાજર હતું ?
આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે કમલનાથ, દિગ્વિજય સિંહ, અજય માકન પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કોંગ્રેસ હાઈકમાન્ડે કેજરીવાલ સરકાર વિરુદ્ધ કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમ અંગે દિલ્હી કોંગ્રેસના નેતાઓનો અભિપ્રાય માંગ્યો હતો. તમામ નેતાઓએ ગઠબંધનનો વિરોધ કર્યો, અજય માકને વટહુકમ પર કેજરીવાલને સમર્થન આપવાના સવાલનો જોરદાર વિરોધ કર્યો. આ ઉપરાંત નેતાઓએ કેજરીવાલને મળવાઅંગેનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે.
આ નેતાઓને કેજરીવાલ સમર્થન માટે મળ્યા
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને NCP વડા શરદ પવાર ઉપરાંત બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને દિલ્હીમાં નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટીની સ્થાપના કરવા માટેના કેન્દ્રના વટહુકમ મામલે મળ્યા હતા. એટલું જ નહીં, તેમણે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા માટે સમય માંગ્યો છે. પરંતુ આજની બેઠકમાં કોંગ્રેસે કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે.
Advertisement