તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન 30 નવેમ્બરે યોજાશે, ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે. આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય મુકાબલો થશે. દરમિયાન કોંગ્રેસે તેલંગાણામાં ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યુ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ મુલુગુમાં કોંગ્રેસની ‘બસ વિજયભેરી યાત્રા’નો શુભારંભ કરાવ્યો. ત્યાર બાદ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં તેમણે BRS પર જોરદાર પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
તેલંગાણાના મુલુગુમાં એક રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો સિદ્ધાંત છે કે સામાજિક ન્યાય હોવો જોઈએ અને સૌ સાથે મળીને આગળ વધે. જ્યારે કોંગ્રેસે જોયું કે આ (તેલંગાણા રાજ્યની સ્થાપના) તમારું સ્વપ્ન હતું અને તમે તેના માટે લડી રહ્યા હતા, ત્યારે પક્ષ સમજી ગયો અને તેલંગાણા પ્રદેશ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. કોંગ્રેસની સરકાર લોકોની સરકાર હતી અને તમને મજબૂત કરવા માટે બનાવવામાં આવી હતી. અમે તેલંગાણા માટે એક વિઝન અને રોડમેપ બનાવ્યો છે. અમે જે ગેરંટી આપેલી છે તેના પર કામ શરૂ કરી દીધું છે.
જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે સામાન્ય રીતે રાજકીય પક્ષો એવા વચનો આપતા નથી જેનાથી તેમને નુકસાન થાય. પરંતુ અમે તેના વિશે વિચાર્યું નથી. તમારા મુખ્યમંત્રીએ જે પણ વચનો આપ્યા, તેમણે કહ્યું હતું કે તેઓ દરેક પરિવારને ત્રણ એકર જમીન આપશે, શું મુખ્યમંત્રીએ તમને જમીન આપી ? તેમણે રોજગારીનું વચન આપ્યું હતું, શું તમને રોજગાર મળ્યો ? તેમણે કહ્યું હતું કે તે એક લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે, શું કોઈની લોન માફ કરવામાં આવી ? બીજી બાજુ, અમે જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ.
Advertisement