મુંબઈઃ મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષી મહાગઠબંધનની ત્રીજી બેઠક આજે મુંબઈમાં યોજાઈ હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ મહાબેઠકમાં કન્વીનરના નામની જાહેરાત થઈ શકે છે. પરંતુ કન્વીનરના નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ 13 સભ્યોની સંકલન સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આજે બેઠકના બીજા દિવસે મહત્વના ઘણાં નિર્ણયો લેવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
કોને – કોને જવાબદારી મળી?
બેઠક પછી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે INDIA ગઠબંધનની સંકલન સમિતિ (કોઓર્ડિનેશન કમિટી), અભિયાન સમિતિ, સોશિયલ મીડિયા વર્કિંગ ગ્રૂપ અને વર્કિંગ ગ્રૂપ ઓફ રિસર્ચ કમિટીની રચના કરવામાં આવી છે. તેમાં તમામ પક્ષોના સભ્યો સામેલ છે.
સંજય રાઉતે 14 સભ્યોની સંકલન સમિતિના નામોની જાહેરાત કરતા કહ્યું કે કેસી વેણુગોપાલ (કોંગ્રેસ), શરદ પવાર (એનસીપી), ટીઆર બાલુ (ડીએમકે), હેમંત સોરેન (જેએમએમ), સંજય રાઉત (શિવસેના-ઉદ્ધવ જૂથ), તેજસ્વી. યાદવ (RJD),અભિષેક બેનર્જી (TMC),રાઘવ ચઢ્ઢા (AAP),જાવેદ અલી ખાન (SP),લાલન સિંહ (JDU),ડી રાજા (CPI),ઓમર અબ્દુલ્લા (નેશનલ કોન્ફરન્સ), મહેબૂબા મુફ્તી (PDP),CPI(M)ના વધુ એક સભ્યની પણ જાહેરાત કરવામાં આવશે.
બેઠકમાં આ ત્રણ ઠરાવો પસાર કરવામાં આવ્યા
1. બેઠકમાં વિપક્ષી પાર્ટીઓએ શક્ય હોય ત્યાં સુધી આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડવાનો સંકલ્પ કર્યો. વિવિધ રાજ્યોમાં બેઠકોની વહેંચણીના મુદ્દે ટૂંક સમયમાં ચર્ચા શરુ કરવામાં આવશે અને એકબીજા સાથે સહકારની ભાવના અપનાવીને વહેલી તકે નિર્ણય લેવામાં આવશે.
2. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિપક્ષી પાર્ટીઓ જાહેર ચિંતા અને મહત્વના મુદ્દાઓ પર દેશના વિવિધ ભાગોમાં વહેલી તકે જાહેર રેલીઓ યોજશે.
3. INDIA ગઠબંધનના નેતાઓએ જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયાની થીમ સાથે વિવિધ ભાષાઓમાં પોતપોતાની સંબંધિત સંચાર અને મીડિયા વ્યૂહરચના અને અભિયાનોનું સંકલન કરવાનો સંકલ્પ લીધો.
Advertisement