દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક ટ્વીટથી દેશમાં રાજકીય તાપમાન વધી ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો છે કે કેન્દ્રની મોદી સરકારે ગંગાજળ પર 18 ટકા જીએસટી લગાવી દીધો છે. મોદી સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરતા ખડગેએ તેને લૂંટ અને દંભની ચરમસીમા ગણાવી છે. વડાપ્રધાન મોદી ઉત્તરાખંડની એક દિવસીય મુલાકાતે છે. કોંગ્રેસે તેમની આ મુલાકાત પર પણ સવાલો ઉઠાવ્યા છે.
Advertisement
Advertisement
ખડગેએ નિશાન સાધ્યું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક ટ્વીટમાં લખ્યું, “મોદીજી, એક સામાન્ય ભારતીયના જન્મથી લઈને તેના જીવનના અંત સુધી, મોક્ષ આપનાર મા ગંગાનું મહત્વ ખૂબ જ વધારે છે. તમે આજે ઉત્તરાખંડમાં છો તે સારી વાત છે, પરંતુ તમારી સરકારે તો પવિત્ર ગંગાજળ પર જ 18% GST લગાવી દીધો છે. એક વાર પણ વિચાર્યું નહીં કે જે લોકો તેમના ઘરે ગંગાજળ મંગાવે છે તેમના પર તેનો શું બોજ પડશે. આ જ તમારી સરકારની લૂંટ અને પાખંડની પરાકાષ્ઠા છે.”
मोदी जी,
एक आम भारतीय के जन्म से लेकर उसकी जीवन के अंत तक मोक्षदायिनी माँ गंगा का महत्त्व बहुत ज़्यादा है।
अच्छी बात है की आप आज उत्तराखंड में हैं, पर आपकी सरकार ने तो पवित्र गंगाजल पर ही 18% GST लगा दिया है।
एक बार भी नहीं सोचा कि जो लोग अपने घरों में गंगाजल मँगवाते हैं,… pic.twitter.com/Xqd5mktBZG
— Mallikarjun Kharge (@kharge) October 12, 2023
આ ઉપરાંત, કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર મણિપુરની પરિસ્થિતિનો એક મિનિટનો એનિમેટેડ વીડિયો પણ શેર કર્યો છે, જેમાં મૃતદેહો પડેલા દેખાય છે અને હિંસાને કારણે રાજ્ય સળગી રહ્યું હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે દેશ પૂછી રહ્યો છે કે પીએમ મોદી ક્યારે મણિપુર જશે?
देश पूछ रहा है- PM मोदी मणिपुर कब जाएंगे? pic.twitter.com/HHKn4T1vHL
— Congress (@INCIndia) October 12, 2023
Advertisement