દિલ્હીઃ સંસદનું ચોમાસું સત્ર પૂરું થયાના થોડાં દિવસો બાદ કેન્દ્રની મોદી સરકારે આજે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. મોદી સરકાર આવતા મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે, જે પાંચ દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર દ્વારા તેની જાહેરાત કરી છે. મોદી સરકારના આ નિર્ણય બાદ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A’ ની એક મહત્વપૂર્ણ બેઠક ગુરુવાર અને શુક્રવારે મુંબઈમાં યોજાવા જઈ રહી છે.
Advertisement
Advertisement
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ગુરૂવારને 31 ઓગસ્ટે એક્સ (પહેલાનું ટ્વીટર) પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે સંસદનું વિશેષ સત્ર આગામી 18થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વિશેષ સત્રમાં પાંચ બેઠકો યોજાશે. આ સત્ર 17મી લોકસભાનું 13મુ સત્ર અને રાજ્યસભાનું 261મુ સત્ર હશે. મળતી માહિતી પ્રમાણે આ વિશેષ સત્ર નવા સંસદભવનમાં યોજાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સત્રમાં 10થી વધુ મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરવામાં આવશે. આ વિધેયકોને કારણે આ વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે. પ્રહલાદ જોશીએ લખ્યું કે અમૃત કાળ વચ્ચે સંસદમાં સાર્થક ચર્ચા અને ડિબેટની રાહ જોઈ રહ્યો છું.
Special Session of Parliament (13th Session of 17th Lok Sabha and 261st Session of Rajya Sabha) is being called from 18th to 22nd September having 5 sittings. Amid Amrit Kaal looking forward to have fruitful discussions and debate in Parliament.
ಸಂಸತ್ತಿನ ವಿಶೇಷ ಅಧಿವೇಶನವನ್ನು… pic.twitter.com/k5J2PA1wv2
— Pralhad Joshi (@JoshiPralhad) August 31, 2023
ચોમાસુ સત્રમાં ભારે હોબાળો થયો હતો
આ અગાઉ 20 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી સંસદનું ચોમાસુ સત્ર ચાલ્યું હતું. આ સત્રમાં મણિપુર હિંસા મુદ્દે ભારે હોબાળો થયો હતો. વિપક્ષ મણિપુર પર પીએમ મોદીના નિવેદનની માંગ પર અડગ રહ્યા હતા. ગૃહ મંત્રી અમિત શાહે જવાબ સાથે ચર્ચા કરવાનો આગ્રહ કર્યો હતો. આ અંગે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર મડાગાંઠ સર્જાઈ હતી. ત્યારબાદ કોંગ્રેસ મણિપુર મુદ્દે લોકસભામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. તેના પર ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. મતદાન બાદ વિપક્ષનો પ્રસ્તાવ રદ કરવામાં આવ્યો હતો.
Advertisement