કથિત રીતે નાણાં લઈને સવાલ પૂછવાના મામલે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાની પરેશાનીઓનો અંત આવવાનો કોઈ સંકેત દેખાતો નથી. આ મામલે તમામ રાજકીય પક્ષોએ મોઇત્રાની કડક શબ્દોમાં ટીકા કરી હતી. ઘણાં સાંસદોએ લોકસભા સ્પીકરને આ મામલે કાર્યવાહી કરવા અને તેમને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ ટીએમસી સાંસદ પર નાણાં લઈને પ્રશ્ન પૂછવાનો આરોપ લગાવ્યો હતો.
Advertisement
Advertisement
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ ફરી એકવાર TMC સાંસદના સંસદીય લોગિન આઈડીને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે જ્યારે મહુઆ મોઇત્રા ભારતમાં હતા ત્યારે તેમના લોગિન આઈડીનો ઉપયોગ દુબઈથી થતો હતો. તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) એ આ માહિતી તપાસ એજન્સીઓને આપી હતી.
નિશિકાંત દુબેએ કહ્યું- આ ગંભીર મામલો છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા મોઇત્રા પર હુમલો કરતા તેમણે લખ્યું કે, એક સાંસદે થોડાં નાણાં માટે દેશની સુરક્ષાને ગીરવે મૂકી દીધી. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે તેઓ ભારતમાં હતા ત્યારે તેમનું સંસદીય આઈડી દુબઈથી લોગઈન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન, નાણાં વિભાગ અને કેન્દ્રીય એજન્સીઓ સહિત સમગ્ર ભારત સરકાર આ NIC નો ઉપયોગ કરે છે. દુબેએ કટાક્ષ કરતાં કહ્યું કે, શું તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને વિપક્ષે હજુ પણ રાજનીતિ કરવાની છે ? લોકો નિર્ણય લેશે.
મોઇત્રાએ આ અંગે પ્રતિક્રિયા આપી
મોઇત્રાએ શુક્રવારે કહ્યું, જો તેઓ મને બોલાવે તો, હું સીબીઆઈ અને એથિક્સ કમિટીના પ્રશ્નોના જવાબ આપવાનું સ્વાગત કરું છું. નારી પાસે અદાણી દ્વારા નિર્દેશિત મીડિયા સર્કસ ટ્રાયલને પ્રમોટ કરવા અથવા ભાજપના ટ્રોલ્સને જવાબ આપવા માટે ન તો મારી પાસે સમય છે અને ન તો મને રસ છે. હું નાદિયામાં દુર્ગા પૂજાનો આનંદ માણી રહી છું.
શું છે મામલો
લોકસભાની આચાર સમિતિ દુબેની ફરિયાદની તપાસ કરી રહી છે અને તેમને મૌખિક પુરાવા રેકોર્ડ કરાવવા માટે 26 ઓક્ટોબરે હાજર થવા જણાવ્યું છે. સમિતિને સોંપવામાં આવેલી સહી સાથેની એફિડેવિટમાં, હિરાનંદાનીએ સ્વીકાર્યું હતું કે સરકારની માલિકીની દિગ્ગજ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ઓડિશામાં ગુજરાત સ્થિત જૂથની ધામરા એલએનજી આયાત સુવિધામાં ક્ષમતા બુક કર્યા પછી અદાણીને લક્ષ્ય બનાવવા માટે મોઇત્રાના સંસદીય લોગિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Advertisement