અત્યારથી જ 2024ની લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ માટે ભાજપે પાંચ લાખથી વારેના માર્જિનથી જીતવા માટે પ્લાન કરી લીધો છે અને મીટિંગોનો ધમધમાટ ચાલુ કરી દીધો છે. ભાજપનું બુથ મેનેજમેન્ટ હંમેશા મજબૂત રહ્યું છે પરંતુ હાલમાં બુથ મેનેજમેન્ટની સાથે સાથે બધાં જ કાર્યકરોને જનસંપર્ક માટેની તાકીદ કરવામાં આવી રહી છે. ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું કે, ભાજપની મૂળશક્તિ લોકસંપર્કમાં છે, તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સતત લોકોની વચ્ચે રહે છે અને ચૂંટણી આવે એટલે ફરી એક વાર જનતા સમક્ષ જાય છે.
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મેના રોજ ગુજરાત આવ્યા હતા ત્યારે પણ તેમણે તમામ કાર્યકરોને માઈક્રોલેવલે સંપર્ક કરવાની હાકલ કરી હતી. ભાજપની એક પ્રેસ કોન્ફરેન્સમાં મહાસંપર્ક અભિયાન શરુ કરવાની વાત કરવામાં આવી છે. આ અભિયાન 30 મેથી શરુ થશે જે અંતર્ગત ભાજપ ગુજરાતના દરેક ઘર અને દરેક વ્યક્તિને આવરી લેશે અને પાછલા નવ વર્ષમાં સરકારે કરેલા દરેક કામોને જનતા સુધી જણાવશે. દરેક જિલ્લાઓમાં જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે. ઉપરાંત સ્થાનિક નાગરિકો સાથે વાર્તાલાપ, વિશિષ્ટ વ્યક્તિઓનો જનસંપર્ક, પ્રબુદ્ધ નાગરિકોના સંમેલન તેમજ વિશાળ જનસભાઓ પણ થશે. આ ઉપરાંત દેશભરમાં 51 જનસભાઓનું આયોજન થશે.
2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભા સીટ પાંચ લાખથી વધારેના માર્જિનથી જીતવા માટે સીઆર પાટીલે રણનીતિ ઘડવાની શરુ કરી દીધી છે. આ વખતે ભાજપનું લક્ષ્ય સોશિયલ મીડિયા મજબૂત કરવુ, વધારેમાં વધારે જનસંપર્ક કરવો અને બુથ સશક્તિકરણ કરવાનું હશે.
આજકાલ સીધા સંપર્ક માટે સોશ્યલ મીડિયા સૌથી મજબૂત માધ્યમ રહ્યું છે. યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે જણાવ્યું કે, બુથ સશક્તિકરણમાં જે બૂથમાં 30 લોકોની સમિતિ બને છે એ સમિતિની અંદર પણ મોટા ભાગે યુવાઓ જોડાય તેવી તૈયારી ભાજપ કરી રહી છે. ભાજપે પોતાની સોશ્યલ મીડિયા ટીમો પણ બનાવી છે જે સતત ઓનલાઈન એક્ટિવ રહેશે.
સીઆર પાટીલ દ્વારા પણ કમલમમાં જિલ્લાવાર બેઠકો થઈ રહી છે સાથે ગુજરાતના અલગ-અલગ શહેરોમાં થતાં કાર્યક્રમોમાં પણ તેઓ વ્યક્તિગત હાજરી આપે છે અને કાર્યકર્તાઓને માર્ગદર્શ આપે છે. કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં સોશિયલ મીડિયા કઈ રીતે મજબૂત કરવું તેની રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. આ વખતે વોટ્સઅપ ઉપરાંત સરલ એપ, નમો એપ, ઈન્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક આ પાંચ એપ ડાઉનલોડ કરે તેવી ઝુંબેશ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે શરુ કરી છે.
Advertisement