પશ્ચિમ બંગાળમાં શનિવારે પંચાયત ચૂંટણી માટે મતદાન દરમિયાન, રાજ્યના વિવિધ ભાગોમાં મોટાપાયે થયેલી હિંસામાં 21 લોકોના મોતના અહેવાલ છે. શનિવારે થયેલી હિંસાએ 2018ની પંચાયત ચૂંટણીમાં 10ના મૃત્યુઆંકને પણ પાછળ છોડી દીધો છે. હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. ભાજપે સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે, જ્યારે કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરીને મૃતકો માટે વળતરની માંગ કરી છે. આ બધાની વચ્ચે ટીએમસીએ પણ આ આરોપો પર વળતો પ્રહાર કર્યો છે.
Advertisement
Advertisement
6,000 બૂથ પર ફેર મતદાનની ભાજપની માંગ
ભાજપ અને કોંગ્રેસે ભારે હિંસા માટે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને સીધી દોષી ઠેરવી છે. કોલકાતામાં મીડિયા સાથે વાત કરતા પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં 21 લોકો માર્યા ગયા હતા, તેની સીબીઆઈ તપાસ થવી જોઈએ. અમે 6,000 બૂથ પર પુનઃ મતદાન માટે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. આ ઉપરાંત, મૃતકના પરિવારજનો અને ઘાયલોને સહાયની રકમ આપવાની પણ અમારી માંગ છે.
કોંગ્રેસે હાઈકોર્ટમાં PIL દાખલ કરી
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પંચાયત ચૂંટણી હિંસામાં પીડિતો અને મૃતકો માટે કોલકાતા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અમારી ત્રણ માંગણી છે. પ્રથમ, પીડિતોને વળતરની રકમ ચૂકવવામાં આવે, બીજી ઈજાગ્રસ્તની સંપૂર્ણ સારવાર થવી જોઈએ અને ત્રીજી સારવારની સાથે આર્થિક સહાય પણ આપવી જોઈએ. અમે એ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે પંચાયતની ચૂંટણી દરમિયાન હિંસા થવાની સંભાવના હતી તો રાજ્ય સરકારે શા માટે અગાઉથી તૈયારી કરી નહીં. આ ઉપરાંત હિંસા શા માટે થઈ ? આટલા લોકો માર્યા ગયા, તેની કડક તપાસ થવી જોઈએ.
TMCકાર્યકરોના સૌથી વધુ મોતનો મંત્રીનો દાવો
ભાજપ અને કોંગ્રેસના આરોપો પર વળતો પ્રહાર કરતા પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી માનસ રંજન ભુનિયાએ કહ્યું કે અમારી સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં પંચાયત ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવાનો નિર્ણય લીધો હતો. રાજ્ય ચૂંટણી પંચે પ્રતિબદ્ધતા સાથે પંચાયત ચૂંટણીઓ યોજવાનું ચાલુ રાખ્યું પરંતુ કમનસીબે બિનજવાબદાર રાજકીય પક્ષોએ પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિ ઊભી કરી દીધી, જેના પરિણામે ચૂંટણીના દિવસે અને તેની આગળના દિવસે કેટલાંક લોકોનું મૃત્યુ થયું. તપાસ કરાશે તો તૃણમૂલના સમર્થકો અને કાર્યકરોના સૌથી વધુ મોતના આંકડા બહાર આવશે.
Advertisement