દિલ્હી: પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને આગામી વર્ષ એટલે કે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ માનવામાં આવી રહી છે. પરંતુ તે પહેલા તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અભિનેત્રી અને બીજેપી નેતા ગૌતમી તડીમલ્લાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌતમીએ એક પત્ર દ્વારા આ જાણકારી આપી છે.
Advertisement
Advertisement
અભિનેત્રી ગૌતમીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું
ગૌતમી તડીમલ્લાએ એક પત્ર લખીને પોતાના રાજીનામાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું, ‘ભારે હૈયે, મેં ભાજપના સભ્યપદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં તેમના પ્રયાસોમાં યોગદાન આપવા માટે હું 25 વર્ષ પહેલા પાર્ટીમાં જોડાઈ હતી. મેં મારા જીવનમાં તમામ પડકારોનો સામનો કરવા છતાં, મેં તે પ્રતિબદ્ધતાનું સન્માન કર્યું છે. તેમ છતાં આજે હું મારા જીવનમાં અકલ્પ્ય સંકટમાં ઉભી છું. મને પાર્ટી અને નેતાઓ તરફથી કોઈ પ્રકારનું સમર્થન મળ્યું નથી.
સી. અલાગપ્પને મારી સાથે દગો કર્યોઃ ગૌતમી
સી. અલગપ્પન પર આરોપ લગાવતા ગૌતમી તડીમલ્લાએ કહ્યું, ‘હું 17 વર્ષની ઉંમરથી કામ કરી રહી છું અને મારી કારકિર્દી સિનેમા, ટેલિવિઝન, રેડિયો અને ડિજિટલ મીડિયામાં 37 વર્ષની છે. મેં આખી જીંદગી સખત મહેનત કરી છે જેથી હું આ ઉંમરે આર્થિક રીતે સુરક્ષિત રહી શકું અને મારી પુત્રીનું સારું ભવિષ્ય બનાવી શકું. હવે આર્થિક રીતે હું અને મારી પુત્રી આ સ્થિતિમાં સુરક્ષિત રહીશું પરંતુ સી. અલગપ્પને મારી સાથે છેતરપિંડી કરી અને તમામ પૈસા, મિલકત અને દસ્તાવેજો પડાવી લીધા. આ મામલામાં ગૌતમી તડીમલ્લાએ મુખ્યમંત્રી અને પોલીસ અધિકારીઓને ન્યાયની અપીલ કરી છે. આ કારણોસર હું ભાજપમાંથી મારા હોદ્દા પરથી રાજીનામું આપી રહી છું.
Advertisement