દિલ્હીઃ રાજસ્થાનમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી 2023 પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો અંત લાવવા કવાયત ઝડપી બનાવી દીધી છે. આ અંગે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ સચિન પાયલટ પણ તેમને મળવા માટે ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
Advertisement
Advertisement
અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના વિવાદનો અંત
પાર્ટીના નેતા કેસી વેણુગોપાલે ગઈકાલે અશોક ગેહલોત અને સચિન પાયલોટની હાઈકમાન્ડ સાથે ચાલેલી ચાર કલાકની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે રાજસ્થાનમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ અશોક ગેહલોત અને સચિન પાયલટ સાથે ચાર કલાક લાંબી વાતચીત કરી હતી. લાંબી વાતચીતમાં બંને નેતાઓએ નક્કી કર્યું છે કે તેઓ એકસાથે ચૂંટણી લડશે અને રાજસ્થાનની ચૂંટણી અમે ચોક્કસપણે જીતીશું. આગળનો કોઈપણ નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.
ગઈકાલે બંને નેતાઓ સાથે અલગ-અલગ બેઠક થઈ હતી
ગેહલોતે સૌથી પહેલા ખડગે અને રાહુલ ગાંધીની મુલાકાત લીધી અને લગભગ બે કલાક પછી પાયલટ રાજાજી માર્ગ પર આવેલા ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ બેઠકો દરમિયાન રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા પણ હાજર હતા. આ બેઠકો રાજસ્થાનમાં ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચેના વિવાદને ઉકેલવાનો કોંગ્રેસ નેતૃત્વનો એક સફળ પ્રયાસ છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
Advertisement