પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી દરમિયાન હિંસાનો મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે બંગાળ ભાજપના અધ્યક્ષે અમિત શાહને મળીને રાજ્યની પરિસ્થિતિની વિગતો આપી હતી. તૃણમૂલ કોંગ્રેસ ચૂંટણીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે. હિંસાની તપાસ માટે ભાજપે બંગાળમાં ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી મોકલી છે. આ મામલે વોટિંગ બાદ હવે ટીએમસીના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનરજીએ પણ પ્રહારો કર્યા છે.
Advertisement
Advertisement
યુપીમાં તમને એરપોર્ટની બહાર નીકળવા નહી દેવાય
અભિષેક બેનરજીએ સમિતિના સભ્ય રવિશંકર પ્રસાદ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, છ મહિના પહેલા બિહારમાં ભાજપનું શાસન હતું, તો શું તેઓ (રવિશંકર પ્રસાદ) એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રાજ્ય સરકારમાં હોવા છતાં ભાજપ આટલા વર્ષો માટે નિષ્ફળ રહ્યો. તેમની પાસે કહેવા માટે કંઈ નથી, તેઓ તેમના કાર્યકરોને મળી રહ્યા છે, જે બંગાળમાં લોકશાહી હોવાનો પુરાવો છે. શું ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી ઉત્તર પ્રદેશ જઈ શકે ? શું તેઓને મંજૂરી આપવામાં આવશે ? તેમને એરપોર્ટની બહાર જવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં
આ ઉપરાંત તેમણે કહ્યું કે કલકત્તા હાઈકોર્ટે ભાજપના લોકોને સુરક્ષા આપી છે. તેઓ જાણે છે કે તેઓ જે ઈચ્છે તે બોલી શકે છે કારણ કે તેમને કોર્ટ તરફથી રક્ષણ મળ્યું છે. સુકાંત મઝુમદારે સાત દિવસ પહેલા કહ્યું હતું કે અહીં પણ એન્કાઉન્ટર થશે. શું અન્ય કોઈ પક્ષના નેતા આવું બોલી શકે ? શું એમ કહેવાથી તેનું રક્ષણ થશે ? પરંતુ ભાજપના લોકોને સુરક્ષા મળશે.
બેનરજીએ વધુમાં દાવો કરતા કહ્યું કે અમારી લડાઈ ભાજપ જે રીતે બંધારણનો ભંગ કરીને એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે તેની સામે છે. લોકો કહે છે કે આ લડાઈ મોદી વિરુદ્ધ છે, પરંતુ આ લડાઈ મોદી વિરુદ્ધ નથી પરંતુ તેમની વિચારધારા વિરુદ્ધ છે.
અગાઉ મમતાએ પણ પ્રહારો કર્યા
આ પહેલા હિંસાની તપાસ માટે આવેલી ભાજપની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીને નિશાન બનાવતા સીએમ મમતાએ કહ્યું હતું કે મણિપુર બે મહિનાથી સળગી રહ્યું છે, ત્યારે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી ક્યાં છે ? NRCને કારણે આસામ સળગી રહ્યું હતું ત્યારે આ ટીમ ક્યાં હતી ? ઉત્તર પ્રદેશમાં 67% બેઠકો પર મતદાન નથી થયું ત્યારે આ કમિટી ક્યાં હોય છે ? જ્યારે કુસ્તીબાજો તેમના પર થયેલા અત્યાચારનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી ક્યાં હતી? અહીં (પશ્ચિમ બંગાળમાં) બે વર્ષમાં આટલી બધી ટીમો અને કમિશને બંગાળની મુલાકાત લીધી છે, લગભગ 154 ટીમો બંગાળની મુલાકાત લઈ ચૂકી છે. આ બીજેપી પ્રોટેક્શન કમિટી છે, ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી નથી.
Advertisement