હરિયાણાના સ્વાસ્થ્ય અને ગૃહમંત્રી અનિલ વિજે ફરી એક વખત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. વિજે ટ્વીટમાં લખ્યું છે કે વિશ્વભરના દેશોના નેતાઓ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા થાકતા નથી અને આપણા દેશના નાના નેતા રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપમાનિત કરે છે. દરેક ભારતીયે આવા નેતાનો બહિષ્કાર કરવો જોઈએ.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીને ગણાવ્યા ‘અદાણી ફીવર’થી પીડિત
ગૃહમંત્રી અનિલ વિજ આ અગાઉ પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસે અદાણીનો વિરોધ કર્યો ત્યારે તેમણે રાહુલ ગાંધીને ‘અદાણી ફીવર’થી પીડિત ગણાવ્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી આટલા બુદ્ધિશાળી હોય તો તેઓ જણાવે કે અદાણીએ શું કર્યું ? આખો દિવસ તે અદાણી અને અદાણીની વાતો કરે છે, તેમને અદાણીનો તાવ ચડી ગયો છે. આ સિવાય તેમણે કહ્યું કે રાહુલ ગાંધી લંડન પ્રવાસ દરમિયાન પોતાના નિવેદનો માટે માફી નહીં માંગે તો ભારતના દેશભક્તોએ કોંગ્રેસ નેતા અને તેમના પક્ષનો બહિષ્કાર કરવો જોઈએ.
રાહુલે પીએમ મોદી પર નિશાન સાધ્યું
રાહુલ ગાંધીએ કહ્યું કે દુનિયા એટલી મોટી છે કે કોઈ કલ્પના પણ ન કરી શકે કે તે દરેક વિશે બધું જ જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક લોકો એવા છે જે વિચારે છે કે તેઓ બધું જ જાણે છે. મને લાગે છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. તેઓ ભગવાન સમક્ષ પણ બેસી શકે છે અને તેમને સમજાવી શકે છે કે શું થઈ રહ્યું છે. પીએમ મોદી પણ તેમાંથી એક છે.
Advertisement