સૂરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. મોદી 29,600 કરોડ રૂપિયાની ભેટ આપશે. પીએમ મોદી સૂરત પહોચ્યા હતા. અહી સૂરત વાસીઓને 3400 કરોડ રૂપિયાની ભેટ આપી હતી.
Advertisement
Advertisement
સૂરતને ન્યૂ લૉજિસ્ટિક્સ પૉલિસીનો લાભ મળશે
સૂરતના કાપડ અને હીરા વેપારથી દેશભરના અનેક પરિવારોનું જીવન ચાલે છે. ડ્રીમ સિટી પ્રોજેક્ટ જ્યારે પુરો થઇ જશે તો સૂરત, વિશ્વના સૌથી સુરક્ષિત અને સુવિધાજનક ડાયમંડ ટ્રેડિંગ હબના રૂપમાં વિકસિત થવાનો છે. વેપાર, બિઝનેસમાં લૉજિસ્ટિક્સનું કેટલુ મહત્વ હોય છે, આ સૂરતવાળા સારી રીતે જાણે છે. ન્યૂ લૉજિસ્ટિક્સ પૉલિસીથી સૂરતને ઘણો લાભ થવાનો છે. મલ્ટી મૉડલ કનેક્ટિવિટી માટે પણ સૂરતમાં એક મોટી યોજના પર કામ શરૂ થઇ ગયુ છે.
વ્હીકલ સિટી તરીકે ઓળખાશે સૂરત
હવે સૂરત ઇલેક્ટ્રિકલ વ્હીકલ સિટી તરીકે ઓળખવામાં આવશે. સૂરત આ મામલે દેશના બાકી શહેરોના મુકાબલે ઝડપથી કામ કરી રહ્યુ છે. ગત બે દાયકામાં વિકાસના જે પથ પર સૂરત ચાલી પડ્યુ છે તે આવનારા વર્ષોમાં ઝડપી બનવાનું છે. આ ડબલ એન્જિનની સરકારનો વિશ્વાસ છે.
એરપોર્ટ માટે સંઘર્ષ કર્યો
સૂરતમાં એરપોર્ટ માટે અમે લાંબો સંઘર્ષ કર્યો છે. દિલ્હી સરકારને અમારે સમજાવવુ પડ્યુ હતુ કે સૂરત માટે એરપોર્ટ કેમ જરૂરી છે. સૂરતના લોકો તે સમયને ક્યારેય નથી ભૂલી શકતા, જ્યારે મહામારીઓને લઇને, પૂરની પરેશાનીઓને લઇને અહી અપપ્રચારને હવા આપવામાં આવતી હતી. અહીના વેપારીઓને મે એક વાત કહી હતી કે જો સૂરત શહેરની બ્રાંડિંગ કરવામાં આવે તો દરેક સેક્ટર, દરેક કંપનીની બ્રાંડિગ પોતાની જાતે થઇ જશે.
સૂરત પાવરલૂમ મેગા કલસ્ટરને મંજૂરી
કેટલાક મહિના પહેલા જ કેન્દ્ર સરકારે સૂરત પાવરલૂમ મેગા કલસ્ટર, આ ઘણો મોટો નિર્ણય છે, જેને સ્વીકૃતિ આપવામાં આવી છે. પાવરલૂમની સમસ્યા ઓછી થશે, જેનાથી પ્રદૂષણથી જોડાયેલી સમસ્યાનું પણ સમાધાન થશે. સૂરતી લોકોની ખાસિયત છે, તાપીના કિનારે સાંજે ઠંડી હવાની મજા માણવી અને કઇક ખાઇને જ સાંજે પરત ફરવુ, તેનાથી કિનારાને વધુ સુંદર બનાવવા માટે સીએમ સહિત તમામ લોકોને શુભેચ્છા આપુ છું.
સૂરત શ્રમનું સમ્માન કરે છે
સૂરત શહેરના લોકોની એકજૂટતા અને જનભાગીદારી, બન્ને ઘણા સારા ઉદાહરણ છે. ભારતનો કોઇ રાજ્ય એવો નહી હોય, જેના લોકો સૂરતની ધરતી પર ના રહેતા હોય. સૂરતની સૌથી મોટી ખાસિયત આ છે કે આ શહેર શ્રમનું સમ્માન કરનારૂ શહેર છે. સૂરતમાં આજે જે ચહેલ પહેલ દેખાય છે તે 20 વર્ષના અખંડ એકનિષ્ઠનું પરિણામ છે. સૂરત સાચી રીતે સેતુઓનું શહેર છે.
ગરીબો માટે 80 હજાર ઘર બનાવ્યા
સૂરતમાં 80 હજાર ગરીબો માટે ઘર બનાવવામાં આવ્યા છે. ડબલ એન્જિનની સરકાર બન્યા બાદ ઘર બનાવવામાં ઝડપ આવી છે. મિડલ ક્લાસના લોકોને કેટલીક સુવિધા મળી છે. ચાર કરોડો લોકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવાર મળી છે. બીજી તરફ પીએમ સ્વનિધિ યોજના હેઠળ લારી પર કામ કરનારા 35 લાખ સાથીઓને બેન્કમાં વગર ગેરંટીનું સસ્તી લૉન મળી છે, જેમાં સૂરતના 40 હજાર સાથી સામેલ છે.
મિની ઇન્ડિયા છે સૂરત
સૂરત એક રીતે મિની ઇન્ડિયા છે. એવો કોઇ રાજ્ય નથી જ્યા સૂરતના લોકો ના રહેતા હોય. જે લોકો નિષ્ફળ થાય છે તેમણે શહેર વધુ તક આપે છે. સૂરતમાં ચાર પી છે- પીપલ, પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશિપ. આજે દુનિયાના સૌથી ઝડપથી વિકસીત થતા શહેરમાં સૂરતનું નામ છે. આજે અમે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં ગર્વથી સૂરતનો ઉલ્લેખ કરીએ છીએ. બે દાયકામાં શહેરમાં જે સીવેજ ટ્રીટમેન્ટ શરૂ થઇ છે તેનાથી શહેરને સાફ રાખવામાં મદદ મળી છે.
Advertisement