પાટણ: પાટણ જિલ્લાના હારીજમાં મોર્ડન સ્કૂલમાં ચાલુ શાળાએ શિક્ષકને હાર્ટ એટેક આવતા નિધન થયુ હતુ. ભરત પરમાર નામના શિક્ષકનું ચાલુ શાળાએ મોત થતા શોકનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હારીજ રેફરલ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
હારીજની મોર્ડન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરત સબુરભાઇ પરમાર નામના શિક્ષક સ્કૂલ સવારની હોય સમયસર સ્કૂલમાં પહોચ્યા હતા. ચાલુ શાળા દરમિયાન શિક્ષકને હાર્ટ એટેક આવતા સમગ્ર શાળા પરિવારનો સ્ટાફ અને વિદ્યાર્થીઓએ શિક્ષકને તુરંત હારીજ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યા ફરજ પરના તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા. શિક્ષકનું નિધન થતા મોર્ડન સ્કૂલમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
Advertisement