ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના તૈયારીના ભાગ રૂપે ભાજપ આમ આદમી પછી હવે કોંગ્રેસે પણ તૈયારી શરૂ કરી દીધી છે. દિલ્હીથી મોટા નેતાઓના ગુજરાત પ્રવાસમાં વધારો થયો છે. હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો ગુજરાત પ્રવાસ ગોઠવાઇ રહ્યો છે. પ્રિયંકા ગાંધી 30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી શકે છે.
Advertisement
Advertisement
30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી 30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી શકે છે અને વડોદરામાં રોડ શો કરી શકે છે. પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને લઇને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. પ્રિયંકા ગાંધી આણંદમાં મહિલા સમ્મેલનને સંબોધી શકે છે. આણંદ અથવા વડોદરામાં ગરબાના કાર્યક્રમમાં પણ ભાગ લઇ શકે છે.
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત
રાહુલ ગાંધી 12 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ભારત જોડો યાક્રા અંતર્ગત 3,500 કિલોમીટર લાંબી પદયાત્રા કરવામાં આવી રહી છે અને આ 150 દિવસમાં પૂરી થશે.
કોંગ્રેસનો 125 બેઠક જીતવાનો પ્લાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ 182 બેઠકમાંથી 125 બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ડૉ. રઘુ શર્માએ ભાજપની ડબલ એન્જિન સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે એજ એન્જિન વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં નીકળી જશે અને બીજુ એન્જિન વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં નીકળી જશે. આ વખતે વિધાનસભામાં 125થી વધારે બેઠક જીતવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠક મળી હતી.
Advertisement