નવી દિલ્હી: NIAએ 20 ફેબ્રુઆરીએ મુંદ્રા પોર્ટ પર 3000 કિલોગ્રામ હેરોઇન જપ્ત સબંધિત કેસમાં બીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. NIAએ કહ્યુ કે આ જથ્થો અફઘાનિસ્તાનથી બંદર અબ્બાસ, ઇરાનના માધ્યમથી મોકલવામાં આવ્યુ હતુ.
Advertisement
Advertisement
NIAએ કહ્યુ કે આ જાણવા મળ્યુ કે અફઘાનિસ્તાનથી ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગોના માધ્યમથી હેરોઇનનો ગેરકાયદેસર જથ્થો તસ્કરી માટે એક સંગઠિત ગુનાહિત ષડયંત્ર છે. તપાસ અનુસાર, હેરોઇનના વેચાણથી મળનારા પૈસા લશ્કર-એ-તૈયબા (LET)ના ગુર્ગોને આતંકવાદી ગતિવિધિને અંજામ આપવા માટે કરવાનો હતો.
NIAએ ચાર્જશીટમાં શું કહ્યું?
એજન્સીએ જણાવ્યું હતું કે વ્હાઈટ ક્લબ (અગાઉ પ્લેબોય તરીકે ઓળખાતી હતી), જઝબા અને આરએસવીપી સહિત દિલ્હીમાં લોકપ્રિય નાઈટ ક્લબના માલિક હરપ્રીત સિંહ ઉર્ફે કબીર તલવાર, જેની ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી, તે ભારતમાં અફઘાન હેરોઈનની દાણચોરી માટે કોમર્શિયલ ટ્રેડ રૂટનો ખોટો ઉપયોગ કરવા માટે દૂબઇ ગયો હતો. એજન્સીએ કહ્યુ કે તે તસ્કરી માટે પોતાની કંપનીઓનો ઉપયોગ કરી રહ્યો હતો.
ચાર્જશીટમાં આ લોકોના નામ
NIAએ અમદાવાદની એક વિશેષ કોર્ટ સામે પાકિસ્તાનના કબજા ધરાવતા કાશ્મીર સ્થિત ઓપરેટિવ મોહમ્મદ ઇકબાલ અવાન, દૂબઇ સ્થિત વિત્યેશ કોસર ઉર્ફ રાજૂ દૂબઇ અને તલવાર સહિત 22 વ્યક્તિઓ અને કંપનીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
સપ્ટેમ્બર 2021માં હેરોઇનનો જથ્થો પકડાયો હતો
NIAએ આ ઘટનામાં ગત વર્ષે 14 માર્ચે 16 વ્યક્તિઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તે પછી 29 ઓગસ્ટ 2022માં 9 આરોપીઓ વિરૂદ્ધ પ્રથમ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. 13 સપ્ટેમ્બર, 2021માં મુંદ્રા પોર્ટ પર 2,988 કિલોગ્રામ અફઘાન હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
Advertisement