નવી દિલ્હી: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)એ મેડિકલમાં એડમિશન માટે NEET-UGનું પરિણામ જાહેર કર્યુ છે જેમાં 9.93 લાખ પરીક્ષાર્થીમાં રાજસ્થાનની તનિષ્કાએ ટોપનું સ્થાન મેળવ્યુ છે. જ્યારે વડોદરાની ઝીલ વ્યાસ દેશમાં નવમા નંબરે આવ્યો છે. ટોપ-50માં ગુજરાતના 5 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
Advertisement
Advertisement
દિલ્હીના વત્સ આશીષ બત્રા અને કર્ણાટકના ઋષિકેશ નાગભૂષણને બીજો અને ત્રીજો ક્રમ મળ્યો છે. મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 17.64 લાખથી વધુ વિદ્યાર્થી સામેલ થયા હતા. સૌથી વધુ 1.17 લાખ વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના પાસ થયા છે જ્યારે મહારાષ્ટ્રમાં 1.13 લાખ અને રાજસ્થાનમાંથી 82,548 વિદ્યાર્થી પાસ થયા છે.
ભારતના 497 શહેર અને દેશ બહારના 14 શહેરમાં 3,570 કેન્દ્રો પર 17 જુલાઇએ આયોજિત પ્રવેશ પરીક્ષામાં આશરે 95 ટકા હાજરી રહી હતી. પરીક્ષા 13 ભાષા, ગુજરાતી, બાંગ્લા, અંગ્રેજી, હિન્દી, આસામી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવામાં આવી હતી. NEET-UG પરીક્ષાનું આયોજન પ્રથમ વખત અબૂ ધાબી, બેંગકોંગ, કોલંબો, દોહા, કાઠમંડુ, કુઆલાલમ્પુર, લાગોસ, મનામા, મસ્કત, રિયાધ, શારજાહ, સિંગાપુર અને દૂબઇ તથા કુવૈત શહેરમાં કરવામાં આવ્યુ હતુ.
ગુજરાતના 5 વિદ્યાર્થીનો ટોપ 50માં સમાવેશ
ગુજરાતમાંથી વડોદરાની ઝીલ વ્યાસે દેશમાં 9મો નંબર મેળવ્યો છે. ઝીલને 99.9992066 પર્સન્ટાઇલ મળ્યા છે. પરીક્ષાર્થીઓ પોતાનું પરિણામ ઓફિશિયલ વેબસાઇટ neet.nta.nic.in પર જઇને જોઇ શકે છે.
Advertisement