ચૂંટણી પંચ દ્વારા તૃણમૂલ કોંગ્રેસ (TMC), નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) અને કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ખેંચી લેવામાં આવ્યો છે. દેશભરમાં આ ત્રણેય પાર્ટીનો વોટ શેર ઘટીને 6 ટકાથી ઓછો થઈ ગયો છે. આ પહેલા બસપા પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
જેની સામે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની
ચૂંટણી પંચ દ્વારા આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે. રાષ્ટ્રીય પાર્ટી માટે AAP ને ગુજરાત અથવા હિમાચલમાં 6%થી વધુ વોટ શેર મેળવવાની જરૂર હતી તે પૂર્ત થઈ ગઈ. AAPને ગુજરાતમાં લગભગ 13% વોટ શેર મળ્યા છે. આવી સ્થિતિમાં તે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. કોઈપણ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવા માટે લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં 6% મત મળવા જરૂરી છે. AAP પહેલાથી જ 3 રાજ્યો દિલ્હી, પંજાબ અને ગોવામાં 6%થી વધુ વોટ શેર ધરાવે છે.
નેશનલ પાર્ટી બનવા માટે તેના માપદંડમાં જો કોઈ પક્ષ નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવવા માગતો હોય તો તેની કેટલીક શરતો હોય છે. જેનું પાલન કરવું જરૂરી બને છે જેમાં ત્રણ શરતોમાં કોઈ એક શરત પૂર્ણ થાય તો ચૂંટણીપંચ તેને રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર કરી શકે છે.
1 3 રાજ્યોમાં મળીને કુલ લોકસભાની બેઠકોની 3 ટકા બેઠકોમાં વિજય જરૂરી.
2 લોકસભા કે વિધાનસભામાં ચાર રાજ્યોમાં ઓછામાં ઓછા 6 ટકા વોટશેર.
3 ચાર રાજ્યોમાં સ્ટેટ પાર્ટીનો દરજ્જો મેળવનાર પાર્ટી નેશનલ પાર્ટી બની શકે છે.
Advertisement