વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને લઈને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના રોષ ફેલાયો છે.અનંત પટેલ પર હુમલો કરનારને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદ, ઉપપ્રમુખ જયંતીભાઈ વસાવા, જતીન વસાવા, કોંગ્રેસ તાલુકા પ્રમુખ પ્રકાશ વસાવા, જીગ્નેશ કોન્ટ્રાક્ટર, ચંદ્રેશ પરમાર, માલવ બારોટ સહીતના આગેવાનોએ નર્મદા જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
Advertisement
Advertisement
આ બાબતે ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું ગતું કે કોંગ્રસના ધારાસભ્ય અનંત પટેલ ખૂબ લોકપ્રિય હોય તેમની સામે જીતવું મુશ્કેલ લાગતા આવો હુમલા કરવી ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરાવી રહી છે જે ખૂબ નિંદનીય છે.કોંગ્રેસ આગામી ચૂંટણીમાં મુતોડ જવાબ આપવાની છે.કેમકે નિષ્ફળ સરકાર સરકારી ખર્ચે ચૂંટણી પ્રચાર કરી બેફામ ખર્ચ કરે છે.મોંઘવારી તેમના આ ખર્ચાઓને કારણે જ વધે છે જનતા કંટાળી ગઈ છે.એટલે કોંગ્રેસ આ વખતે સરકાર બનાવવાની મજબૂત સ્થિતીમાં હોય આવા હુમલા કરાવશે પરંતુ અમે પણ તેમનો સામનો કરવા તૈયાર છે.જો આવો હુમલો ભાજપના ધારાસભ્ય પર થયો હોત તો આખું પોલીસ તંત્ર કામે લાગી ગયું હોત તો કેમ અનંત પટેલ પર હુમલો કરી કરનારા સામે પગલાં નથી ભરાતા આ રાજ્ય અને દેશ માટે શરમજનક બાબત કહેવાય.જો એક ધારાસભ્ય પર હુમલો થતો હોય તો કાયદો અને વ્યવસ્થા ક્યાં છે.
Advertisement