ગાંધીનગર: ઉત્તર ભારતમાં હિમ વર્ષાને કારણે ગુજરાતમાં પણ કાશ્મીર જેવા ઠંડા પવનને કારણે ઠંડી વધી છે. રાજ્યમાં 15થી 17 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ઠંડો પવન ફૂંકાતા કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્યમાં કચ્છના નલિયામાં સૌથી ઓછી 2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સાથે જ નલિયામાં ઠંડીએ 12 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
Advertisement
Advertisement
હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારથી લઘુતમ તાપમાન 2-4 ડિગ્રી વધતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદની વાત કરીએ તો સતત બીજા દિવસે ઠંડીમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં 17 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ઠંડા પવન ફૂંકાતા કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા. અમદાવાદમાં 10 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. આગામી 3 દિવસમાં અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.
રાજ્યમાં ક્યા કેટલુ તાપમાન
શહેરનું નામ | ઠંડીનું પ્રમાણ |
નલિયા | 2 ડિગ્રી |
ડીસાા | 6.9 ડિગ્રી |
પાટણ | 6.9 ડિગ્રી |
ભૂજ | 9 ડિગ્રી |
દાહોદ | 9.1 ડિગ્રી |
ગાંધીનગર | 9.4 ડિગ્રી |
અમદાવાદ | 10 ડિગ્રી |
રાજકોટ | 10.7 ડિગ્રી |
અમરેલી | 11.6 ડિગ્રી |
જૂનાગઢ | 11.6 ડિગ્રી |
વડોદરા | 11.6 ડિગ્રી |
અમદાવાદમાં આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાન 15થી 17 ડિગ્રી આસપાસ રહી શકે છે. નલિયામાં જાન્યુઆરીમાં સરેરાશ લઘુતમ તાપમાન બે ડિગ્રી નોંધાયુ હોય તેવુ વર્ષ 2011 પછી પ્રથમ વખત બન્યું છે. આગામી 3 દિવસ નલિયામાં 5થી 7 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે. રાજ્યમાં અન્ય જગ્યાએ જ્યા કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે તેમાં ડીસા, પાટણ, ભૂજ, દાહોદ, ગાંધીનગર અને રાજકોટનો પણ સમાવેશ થાય છએ. ડીસા અને પાટણમાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નથી. ઠંડીને કારણે ખેડૂતોના બટાકા સહિતના શિયાળુ પાકના વાવેતરને ફાયદો થઇ શકે છે.
Advertisement