નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક જાન્યુઆરીના મધ્યમાં મળવા જઇ રહી છે. હવે શક્યતા છે કે વર્તમાન અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ વધારવામાં આવી શકે છે. જોકે, તેને લઇને પાર્ટી તરફથી ઓફિશિયલ કઇ કહેવામાં આવ્યુ નથી. સવાલ આ પણ છે કે જો નડ્ડા નહી તો ભાજપ કોણે કમાન સોપી શકે છે.
Advertisement
Advertisement
સંગઠનમાં બદલાવની શક્યતા
અટકળો લગાવવામાં આવી રહી છે કે ચૂંટણીના રૂપમાં વ્યસ્ત વર્ષ 2023 અને લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપ સંગઠનથી સરકાર સુધી કેટલાક મોટા બદલાવ કરી શકે છે. કહેવામાં આવે છે કે ભાજપ કેટલાક મંત્રીઓને અને ખાસ કરીને ચૂંટણી રાજ્યના મંત્રીઓને કામ સોપી શકે છે.
20 જાન્યુઆરીએ પૂર્ણ થઇ રહ્યો છે ત્રણ વર્ષનો કાર્યકાળ
નડ્ડાએ જુલાઇ 2019માં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ શરૂ કર્યુ હતુ. બાદમાં 20 જાન્યુઆરી 2020માં તેમણે ફુલ ટાઇમ પાર્ટીના અધ્યક્ષની જવાબદારી સોપવામાં આવી હતી. હવે આગામી 20 જાન્યુઆરીએ તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે. શક્યતા છે કે પાર્ટી તેમના કાર્યકાળને વધારી શકે છે.
નિયમ શું કહે છે
વર્ષ 2012માં ભાજપે નીતિન ગડકરીને સતત બીજી વખત કાર્યકાળ વિસ્તાર આપવા માટે બંધારણમાં સંશોધન કર્યુ હતુ, તે પહેલા એક ભાજપ અધ્યક્ષ 3 વર્ષના માત્ર એક કાર્યકાળને સંભાળી શકતો હતો. ભાજપના બંધારણની કલમ 21માં સંશોધન બાદ કહેવામાં આવ્યુ હતુ કે યોગ્ય સભ્ય સતત બે વખત પાર્ટી 3-3 વર્ષ માટે અધ્યક્ષ પદ પર રહી શકે છે. જોકે, તે દરમિયાન ભાજપના પૂર્વ અધ્યક્ષ વેકૈયા નાયડૂએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે તેનો અર્થ એવો નથી કે કોઇ પણ અધ્યક્ષને બીજા કાર્યકાળ માટે પોતાની રીતે વિસ્તાર મળી શકે છે.
આ નામ પર થઇ શકે છે ચર્ચા
અટકળો છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ અધ્યક્ષ બની શકે છે. ધર્મેન્દ્ર પ્રધાનને પાર્ટીમાં સંકટમોચક તરીકે જોવામાં આવે છે. પીએમ મોદી કેટલીક વખત તેમણે મહત્વની જવાબદારી સોપી ચુક્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લાગુ કરવાથી લઇને સરકાર જ્યારે સંઘર્ષ કરી રહી હતી ત્યારે તત્કાલીન શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલને હટાવીને ધર્મેન્દ્ર પ્રધાનને જવાબદારી સોપવામાં આવી હતી.
આ નામ સિવાય પાર્ટી રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નામ પર પણ વિચાર કરી શકે છે. વર્ષ 2019માં વર્તમાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પછી અધ્યક્ષ પદના મોટા દાવેદાર માનવામાં આવતા હતા પરંતુ પાર્ટીએ નડ્ડાને જવાબદારી સોપી હતી. ખાસ વાત આ છે કે ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનથી આવે છે અને આ વર્ષે રાજકીય નજરિયાથી મહત્વના આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
Advertisement