મોરબી: મોરબી ઝૂલતા પુલ દૂર્ઘટનામાં 135 લોકોના મોત બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મોત થતા પોલીસ કાર્યવાહી શરૂ થઇ હતી અને આ ઘટનામાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાને લઇને મુખ્યમંત્રીથી લઇને વડાપ્રધાન મોદી સહિતનાએ દૂર્ઘટનાસ્થલની મુલાકાત લીધી જાત માહિતી મેળવી હતી.
પોલીસે ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની પૂછપરછ શરૂ કરી હતી. ચીફ ઓફિસરે દાવો કર્યો હતો કે ફિટનેસ સર્ટી વગર પુલ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ચીફ ઓફિસરે કહ્યુ હતુ કે પુલનું લોકાર્પણ ક્યારે થયુ તેની ખબર નથી, જે નિવેદન બાદ તપાસનીશ અધિકારી ડીવાયએસપી ઝાલાની કચેરીએ ચીફ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘અમે મરતા હતા, લોકો વીડિયો બનાવતા હતા’- મોરબીમાં બચેલા લોકોના ડર અને પીડાની કહાની
ચીફ ઓફિસરે ઓરેવા કંપની પર લગાવ્યા હતા ગંભીર આરોપ
ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાએ કહ્યુ હતુ કે, નગરપાલિકાનો ઝૂલતો પૂલ જર્જરીત હાલતમાં હતો, તે સમયે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે તે અજંતા ઓરેવા ગ્રુપ એના દ્વારા આ ઝૂલતા પૂલને ફરીથી સ્થાપિત કરવા માટે મેન્ટેનન્સ અને સમારકામની તૈયારી દર્શાવી હતી. કલેક્ટરની મીટિંગ પણ થઇ હતી. જેમાં દર નક્કી કરીને એગ્રિમેન્ટ તેમણે સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ કર્યો હતો. જેના આધારે 7 માર્ચે ઓરેવા કંપની સાથે જરૂરી એગ્રિમેન્ટ કરી 15 વર્ષ માટે સમારકામ, મેન્ટેનન્સ અને તેના આધારે તમામ આનુસંગિક ખર્ચા અને કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે આપવામાં આવ્યો હતો.
Advertisement