મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં અનેક લોકો પાણીમાં પડ્યા હોવાથી સ્થાનિક તંત્ર અને તરવૈયાઓની મદદથી અસરગ્રસ્તોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો.
Advertisement
Advertisement
કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. આ સાથે જ રાજકોટમાં સારવાર માટેનો વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે..
બીજી તરફ કાન્તિ અમૃતિયાએ 60થી વધુ બોડીઝ બહાર કાઢવામાં આવી હોવાનો દાવો કર્યો છે.. સમગ્ર ઘટનાને લઈને અમિત શાહે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વાતચીત કરી છે અને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો છે. આ સાથે દ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે..
કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ રુપિયા સહાય જાહેર કરી છે… મળતી માહિતી અનુસાર મોતના આંકડામાં 6થી વધુ બાળકોનો સમાવેશ થાય છે.. 50થી વધુ લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે…
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પુલ 2 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે… મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો.
Advertisement