મોરબીમાં આજે રવિવાર ગોઝારો રવિવાર બન્યો છે… આજે મોરબીમાં ઝૂલતો પૂલ ખાબકતા મોટી દુર્ઘટના બની છે. આ ઘટનામાં 50થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ 100 લોકોના બદલે 500 લોકો એક સાથે પુલ પર ચડતા પૂલ ધડામ કરતો નીચે ખાબક્યો હતો.
Advertisement
Advertisement
આ પુલ પર 500 કિલો વજન થતાં પુલ ના કટકા થઈ ગયા હતા અને પૂલ નદીમાં ખાબક્યો હતો. જેમાં અનેક લોકોના મોત થયાં છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સાથે જ સમગ્ર ઘટનાને લઈને બચાવકામગીરી હાથ ધરવામાં આવી છે…
બ્રિજ પર આશરે 400થી 500 લોકો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના મંત્રીના જણાવ્યા મુજબ કેપેસિટી કરતા વધારે ટોળું ભેગું થયું હોવાના લીધે આ દુર્ઘટના સર્જાઈ હોય એમ લાગે છે.
કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. આ સાથે જ રાજકોટમાં સારવાર માટેનો વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે..
- બીજી તરફ કાન્તિ અમૃતિયાએ 60થી વધુ બોડીઝ બહાર કાઢવામાં આવી હોવાનો દાવો કર્યો છે.. સમગ્ર ઘટનાને લઈને અમિત શાહે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વાતચીત કરી છે અને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો છે. આ સાથે દ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે..
Advertisement