અમદાવાદ: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને 6 મહિનાની જેલની સજા કરવામાં આવી છે. 2017માં યૂનિવર્સિટીનું નામ બદલવાને લઇને તોડફોડ કરવામાં આવી હતી જેમાં જિગ્નેશ મેવાણીને સજા ફટકારવામાં આવી છે. જિગ્નેશ મેવાણી, રાકેશ મહેરિયા, સુબોધ પરમાર સહિત અન્ય 15 લોકોએ યૂનિવર્સિટીમાં બની રહેલા ભવનને ડૉ. બાબા સાહેબ આંબેડકર નામ આપવા માટે આંદોલન થયુ હતુ જેમાં ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મેટ્રો કોર્ટ નંબર 21 ઘી કાંટા કોર્ટે ચુકાદો આપ્યો હતો.
Advertisement
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. અમદાવાદ મેટ્રો કોર્ટે જિગ્નેશ મેવાણીને 6 મહિનાની જેલની સજા સંભળાવી છે. 2016માં રમખાણ ભડકાવવા અને ભીડ ભેગી કરવાના આરોપમાં દાખલ એક કેસમાં દોષી ગણાવતા કોર્ટે મેવાણી સહિત 19 લોકોને છ મહિનાની કેદની સજા સંભળાવી છે.
ગુજરાત યૂનિવર્સિટીનું નામ બદલવાને લઇને થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાને લઇને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં 20 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા જેમાં એકનું મોત થઇ ચુક્યુ છે. અમદાવાદ મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મેહરિયા સહિત 19 લોકોને 6 મહિનાની જેલની સજા સંભળાવી છે.
કોર્ટે આ ઘટનામાં ત્રણ કેસમાં સજા સંભળાવી છે. પ્રથમ કેસમાં 6 મહિનાની જેલ, બીજા કેસમાં 500 રૂપિયા દંડ અને ત્રીજા કેસમાં 100 રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે.
अहमदाबाद के मेट्रोपोलिटन कोर्ट द्वारा मेरे सहित 19 आरोपियों को 6 महीने की सजा सुनाई गई है। 2016 में गुजरात यूनिवर्सिटी के कानून भवन का नाम बाबा साहब अंबेडकर भवन रखने की मांग के साथ रोड ब्लॉक करने का यह मामला है।
आंदोलनकारियों को सज़ा और बलात्कारियों को रिहाई।
— Jignesh Mevani (@jigneshmevani80) September 16, 2022
Advertisement