ગાંધીનગર: ગુજરાતમાં 16 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં વિકસિત સિસ્ટમને કારણે આવનારા અઠવાડિયામાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂન સક્રિય થવાની આશા છે. IMDએ કહ્યુ, મોનસૂન ટ્રફ નલિયા, અમદાવાદ, ઓરિસ્સાનો દક્ષિણ કિનારામાં દક્ષિણ-પૂર્વ તરફ બંગાળની પૂર્વ-મધ્ય ખાડીમાંથી પસાર થાય છે. આ સિવાય દક્ષિણ મહારાષ્ટ્ર-ગોવાના કિનારાથી પૂર્વી મધ્ય અરબ સાગર પર ચક્રવાતી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સરેરાશ દરિયાઈ સપાટીથી ઉપર રહે છે.
Advertisement
Advertisement
ક્યા કેટલો થયો વરસાદ?
રવિવાર સાંજે 6 વાગ્યા સુધી, રવિવારે 75 તાલુકામાં વરસાદ દર્જ કરવામાં આવ્યો છે. વડોદરાના કરજણમાં 41 મીમી, તે પછી સૂરતમાં ઉમરપાડા (37 મિમી) દર્જ કરવામાં આવ્યો હતો. અન્ય ક્ષેત્રમાં જ્યા ભારે વરસાદ દર્જ કરવામાં આવ્યો હતો, તેમાં ડાંગમાં સુબીર, વડોદરામાં સિનોર, બનાસકાંઠામાં પાલનપુર, મહેસાણામાં જોટાણા અને દાહોદ સામેલ છે. અમદાવાદ શહેરના કેટલાક ભાગમાં સાંજે 4 વાગ્યાથી સાંજના 7 વાગ્યા વચ્ચે 23 મીમીની એવરેજની વર્ષા સાથે ભારે વરસાદ નોંધાયો છે. પાલડીમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઇ ગયુ હતુ.
વરસાદને લઇને આ વિસ્તારમાં એલર્ટ
રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખેડા, મહેસાણા, બનાસકાંઠા, આણંદ, નર્મદા, ભરૂચ, સૂરત, નવસારી, વલસાડ, તાપી અને જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને ગિર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય રાજ્યભરમાં મંગળવારે સામાન્યથી મધ્યમ વરસાદ સાથે 40 કિમી પ્રતિ કલાકથી હવા ચાલી શકે છે.
હવામાન વિભાગે લોકોને ચેતવણી આપી
IMDએ દક્ષિણ ગુજરાતના જિલ્લા જેવા નર્મદા અને સૂરતમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ પ્રત્યે ચેતવણી આપી છે. આ સિવાય દક્ષિણ ગુજરાત વિસ્તારના જિલ્લા જેવા વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, સૌરાષ્ટ્રના જિલ્લામાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. 14 સપ્ટેમ્બરે વડોદરા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ સાથે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં અને સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની સંભાવના છે.
Advertisement