નવી દિલ્હી: મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે જેમાં શરૂઆતના વલણમાં એક અલગ સ્થિતિ જોવા મળી રહી છે. પ્રથમ વખત વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલી TMC 11 બેઠક પર આગળ ચાલી રહી છે. અહી કોંગ્રેસને મોટુ નુકસાન થતુ જોવા મળે છે. વલણમાં કોંગ્રેસને લગભગ 15 બેઠકનું નુકસાન થતુ જોવા મળે છે. અહી NPP સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી રહી છે જે 23 બેઠક પર આગળ છે. રાજ્યમાં કોઇ પાર્ટીને બહુમત ના મળવાની સ્થિતિમાં TMC કિંગમેકર સાબિત થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે મેઘાલયની 60 બેઠકમાંથી બહુમત માટેનો આંકડો 31 બેઠકનો છે.
Advertisement
Advertisement
મેઘાલયમાં TMC કિંગમેકર
મેઘાલયમાં રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. અહી મુકુલ સંગમાના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ કિંગમેકર બનતી જોવા મળી રહી છે. મેઘાલયમાં 59 બેઠકનું વલણ સ્પષ્ટ થયુ છે. જેમાં કૉનરોડ સંગમાની એનપીપી 23, ટીએમસી 11, ભાજપ 10 અને કોંગ્રેસ 6 તેમજ અન્ય 4 બેઠક પર આગળ છે. મેઘાલયમાં હજુ સુધી કોઇ પણ પાર્ટીને બહુમત મળતો જોવા મળતો નથી. એવામાં તૃણમૂલ કોંગ્રેસ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.
ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ
મેઘાલયમાં વલણમાં પણ એક્ઝિટ પોલના પરિણામની ઝલક જોવા મળી રહી છે. અહી ત્રિશંકુ વિધાનસભાના આસાર જોવા મળી રહ્યા છે. અહી પ્રથમ વખત ભાજપ તમામ બેઠક પર એકલા ચૂંટણી લડવા ઉતરી હતી.
ટીએમસીને કારણે કોંગ્રેસને નુકસાન
મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નેતૃત્વ ધરાવતી તૃણમૂલ કોંગ્રેસ છે. બંગાળની સત્તાધારી પાર્ટીએ આ ચૂંટણીમાં પુરી તાકાત લગાવી હતી અને તેનો પ્રયાસ કોંગ્રેસની તુલનામાં ભાજપ વિરૂદ્ધ એક મજબૂત વિરોધીના રૂપમાં રજૂ કરવાનો હતો, જેમાં તે સફળ થતા જોવા મળી રહ્યા છે. મતગણતરીના વલણમાં TMC સીધે સીધી કોંગ્રેસને નુકસાન કરતી જોવા મળે છે.
Advertisement