નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ દાવો કર્યો કે કેન્દ્રીય એજન્સી તથા ભારતીય જનતા પાર્ટી ગેરકાયદેસર ધનનો ઉપયોગ ચૂંટાયેલી સરકારને પાડવા માટે કરી રહી છે. મમતા બેનરજીએ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનો સંકલ્પ લીધો છે. મમતા બેનરજીએ પોતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખની એક રેલીને સંબોધિત કરતા કહ્યુ કે તેમના (મમતા) સિવાય પાર્ટીના સીનિયર નેતાઓ ફિરહાદ હકીમ અને અભિષેક બેનરજી વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.
Advertisement
Advertisement
મમતા બેનરજીએ તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો પર પણ પલટવાર કર્યો છે, તેમણે કહ્યુ કે હું તેમણે પડકાર આપુ છુ કે જો ભાજપથી બની શકે તો મારી ધરપકડ કરે. મમતા બેનરજીએ કહ્યુ કે મીડિયા પર વિશ્વાસ ના કરો, તે અમારા નેતાઓની પાછળ છે. હું તેમણે પડકાર આપુ છુ કે મારી ધરપકડ કરે. હું જેલમાંથી લડીશ અને જીતીશ. તમે મને વશમાં નથી કરી શકતા. જો હું સત્તામાં ના હોત અને ખુરશી પર ના હોત તો હું મહિલાઓને તેમની જીભ કાપવા માટે કહેત.
મમતા બેનરજીએ કહ્યુ, ભાજપ બધાને ચોર ગણાવી રહી છએ. તે આ રીતે અભિયાન ચલાવી રહી છે જેમ તૃણમૂલમાં આપણે બધા ચોર છીએ અને માત્ર ભાજપ તથા તેના નેતા જ પાક સાફ છે. જો હું રાજનીતિમાં નથી હોતી તો હું તેની જીભ ખેચી લેત. તાજેતરમાં કેન્દ્રીય એજન્સીઓએ હકીમની ધરપકડની આશંકા ગણાવતા મમતા બેનરજીએ કહ્યુ, જો તેમની ધરપકડ કરાય છે તો એક ફોટો કેસ હશે માત્ર તેમણે પરેશાન કરવા માટે. મમતા બેનરજીએ કહ્યુ, તે તૃણમૂલ નેતાઓ પાસે ધન હોવાની વાત કરી રહ્યા છે. ભાજપને મહારાષ્ટ્રની જેમ ચૂંટાયેલી સરકારોને પાડવા માટે હજારો કરોડ રૂપિયા ક્યાથી મળી રહ્યા છે. ભાજપને 2024ની લોકસભા ચૂંટણીમાં હરાવવુ પડશે.
Advertisement