ગાંધીનગર: ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ડ્રાઇ સ્ટેટમાં હવે દારૂ પ્રત્યે લોકોનું આકર્ષણ વધી રહ્યુ છે. રાજ્યમાં દારૂના સેવન માટે પરમિટની વ્યવસ્થા છે. હેલ્થ પરમિટ દ્વારા જ કોઇ દારૂનું સેવન કરી શકે છે. રાજ્યમાં સતત હેલ્થ પરમિટની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હેલ્થ પરમિટની સંખ્યામાં 49 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં નવેમ્બર, 2020 સુધી હેલ્થ પરમિટની સંખ્યા 27,452 હતી હવે તેમની સંખ્યા વધીને 40,921 થઇ ગઇ છે. ગત વર્ષે નવેમ્બરમાં આ સંખ્યા 37,421 સુધી પહોચી હતી.
Advertisement
Advertisement
નવી જીવનશૈલી જવાબદાર
ગુજરાત સરકારના પ્રોહિબીશન ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર, રાજ્યમાં હેલ્થ પરમિટ દ્વારા દારૂ પીનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ ડિપાર્ટમેન્ટ પાસે હેલ્થ પરમિટ માટે અરજીનો ઢગલો થઇ ગયો છે. જેમાં નવા લાઇસન્સ અને રિન્યુઅલની અરજી સામેલ છે. આંકડા અનુસાર વિભાગને નવી પરમિટ માટે વધુ અરજી મળી છે. સૂત્રોની માનીએ તો આ અરજીમાં અનિદ્રા, ડિપ્રેશન અને હાઈપરટેન્શનના કારણે દારૂ પીવાની પરવાનગી માંગવામાં આવી છે. એક તરફ હેલ્થ પરમિટની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ વિભાગે છેલ્લા એક દાયકાથી પરમિટ માટેની આર્થિક યોગ્યતાના માપદંડમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગુજરાતમાં માત્ર હેલ્થ પરમિટ દ્વારા જ દારૂ પીવાની છૂટ છે. પરમિટ માટે અરજદારની આવક વાર્ષિક ત્રણ લાખ રૂપિયા હોવી જરૂરી છે. એટલું જ નહીં, અરજદારે ઓછામાં ઓછા સળંગ પાંચ વર્ષ માટે IT રિટર્ન ફાઈલ કર્યું હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે લોકોની જીવનશૈલીમાં બદલાવને કારણે આરોગ્ય પરમિટ માટે અરજીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
ઇમ્પોર્ટન્ટ દારૂની માંગ
સરકારના નશાબંધી વિભાગના આંકડામાં હેલ્થ પરમિટની સંખ્યા વધતી જાય છે ત્યારે તેની અસર વેચાણ પર પણ દેખાઈ રહી છે. રાજ્યમાં ચાલતા દારૂના વિક્રેતાઓનું કહેવું છે કે પરમીટમાં વધારો થતાં દારૂ પીનારાઓની માંગમાં ફેરફાર થયો છે. તાજેતરના વર્ષોમાં ઇમ્પોર્ટન્ટ દારૂની માંગ વધી છે. ગુજરાતમાં દારૂબંધીના કારણે પ્રવાસીઓ તેમજ રાજ્યના લોકોને હેલ્થ પરમિટ પર દારૂ પીવાની છૂટ છે. બહારના રાજ્યમાંથી આવતા દારૂ પ્રેમીઓએ પરમિટ મેળવવી પડશે. આ પછી જ તેઓ દારૂનું સેવન કરી શકે છે.
Advertisement