GNLUની કાનૂની સેવા સમિતિએ તાજેતરમાં વાર્ષિક કાનૂની સેવા ફોરમની ચોથી આવૃત્તિનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાત હાઈકોર્ટના જજ વિપુલ પંચોલીએ ઉદ્દઘાટન સંબોધનમાં જણાવ્યું કે, જરુરિયાતમંદ અરજદારોને માત્ર મફત જ નહીં પરંતુ સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવામાં આવે.
બે દિવસીય ફોરમમાં દેશભરની વિવિધ નેશનલ લો યુનિવર્સિટી અને અન્ય ખાનગી લો યુનિવર્સિટીની કાનૂની સેવા સમિતિઓ અને કાનૂની સહાય સમિતિઓને એક મંચ લાવીને સમાજના વંચિત વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓ પ્રદાન કરવાના સામાન્ય ધ્યેયને હાંસ કરવા માટે પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.
જસ્ટિટ પંચોલીએ તેમના સંબોધનમાં વધુ જણાવ્યું કે, ગરબી અરજદારોને મફત કાનૂની સહાય પૂરી પાડવાનો જસ્ટિસ ડિલિવરી સિસ્ટમનો મુખ્યે ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે કાનૂની સેવા સત્તા અધિનિયમ ઘડવામાં આવ્યો છે. જોકે જો ગરીબોને આપવામાં આવતી કાનૂની સહાય ગુણવત્તામાં નબળી હોય તો અરજદારને સૌથી મોટો અન્યાય થશે.
જસ્ટિટ વિપુલ પંચોલીએ તેમના સંબોધનમાં મહત્વની વાત ટાંકતા જણાવ્યું કે, મહિલાઓ મફત કાનૂની સહાય પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે તેઓ ઘણી પરિસ્થિતિમાં શ્રેષ્ઠ કામગીરી કરી શકે છે. પછી તે વાત મહિલાઓ અને બાળકોના અધિકારો વિશે કાનૂની જાગૃતિ ફેલાવવાનું કામ હોય કે વૈવાહિક વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થી તરીકે કામ કરવાનું હોય કે સંવેદનશીલ કેસમાં કોર્ટમાં અરજદારનું પ્રતિનિધિત્વ કરવાનું હોય.
જસ્ટિસ પંચોલીએ જણાવ્યું કે, ઝારખંડ અને કેરાલા પછી ગુજરાત ત્રીજું રાજ્યા છે જ્યાં તમામ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં ફોજદારી કેસોમાં લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલ પ્રદાન કરવાની સિસ્ટમ છે.
Advertisement