ગાંધીનગર: ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આજે 24 જુલાઈના રોજ સવારે 6 કલાકે મળેલા અહેવાલ મુજબ ભાવનગરમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ 4.72 ઈંચ એટલે કે 118 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 7 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં 94 મીમી અને લોધીકા તાલુકામાં 82 મીમી, જામનગરના લાલપુરમાં 84 મીમી, અમરેલીના બાબરામાં 83 મીમી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 81 મીમી, કચ્છના ગાંધીધામમાં 79 મીમી વરસાદ નોંધાયો છે અને સુરત શહેરમાં 75 મીમી વરસાદ નોંધાયો છે.
Advertisement
Advertisement
આ ઉપરાંત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 74 મી.મી. ભાવનગરના શિહોરમાં 71 મીમી, ઉમરપાડામાં 70 મીમી, ગીર સોમનાથના વેરાવળ અને બોટાદના ગઢડામાં 68 મીમી, તાપીના ડોલવણમાં 63 મીમી, વલસાડના કપરાડા અને તાપીના વ્યારામાં 61 મીમી, અંજારમાં 60 મીમી અને સતલાસણાના કુંડળમાં 60 મીમી, મહેસાણાના કુંડામાં 5 મીમી વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સુત્રાપાડા અને સાબરકાંઠાના ઇડરમાં 55 મીમી, ભાવનગરના ઉમરાણામાં 54 મીમી, રાજકોટમાં 51 મીમી અને ભરૂચમાં 50 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતના કુલ 16 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 36 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 69.97 ટકા નોંધાયો છે. જેમાં સિઝનનો સૌથી વધુ સરેરાશ વરસાદ કચ્છ ઝોનમાં 129.98 ટકા, સૌરાષ્ટ્રમાં 102.96 ટકા, ઉત્તર ગુજરાતમાં 59.82 ટકા, દક્ષિણ ગુજરાતમાં 56.04 ટકા, પૂર્વ ગુજરાતમાં 53.56 ટકા નોંધાયો છે.
રાજ્યમાં આગામી 24 કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહેશે
હવામાન વિભાગે વરસાદની આગાહી જાહેર કરી છે. રાજ્યમાં આગામી 24 કલાક સુધી વરસાદ ચાલુ રહેશે. સારી વાત એ છે કે બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. તે જ સમયે, રાજ્યમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ વિસ્તારોમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડશે.
Advertisement