અમદાવાદ: ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદે ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન, સરકારે રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRF ટીમોને તૈનાત કરી દીધી છે. દરમિયાન વડોદરા અને ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પાસે પાણીની સપાટી ચિંતાજનક સ્તરે પહોંચી જતાં રેલવે વિભાગની ચિંતા વધી છે. જેના કારણે રેલ વ્યવહારને અસર પહોંચી છે અને લગભગ 12 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે.
Advertisement
Advertisement
ભારે વરસાદ અને નદીની જળસપાટી વધતાં ટ્રેનોની અવરજવરને અસર
ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાની અનેક નદીઓની જળસપાટીમાં વધારો થતાં ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. આજે વડોદરાના રુટથી અમદાવાદ આવતી અનેક ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ છે. આમાંની મોટાભાગની ટ્રેનો મુંબઈ લાઈનથી અમદાવાદ સુધી દોડે છે. ભારે વરસાદ બાદ અચાનક ટ્રેનો કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લીધે ઘણાં મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જાણો આજે કેટલી ટ્રેનો રદ
- ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
- ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
- ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
- ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
- ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે આજે નર્મદા જિલ્લામાં શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. વડોદરા અને ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે નર્મદા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે.
Advertisement