વડોદરા નજીક આવેલા સાવલી તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 493માંથી 453 મતદારોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂત વિભાગની 10 બેઠક ઉપર માત્ર બે ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે ભાજપે પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી 10 ઉમેદવારોની પેનલ બનાવી હતી. જેથી 10 બેઠક માટે કુલ ઉમેદવારોની સંખ્યા 12 થઈ હતી.
આજે મતગણતરી થતા કોંગ્રેસના બંને ઉમેદવારોનો પરાજય થયો હતો. જ્યારે ભાજપના તમામ ઉમેદવારો વિજેતા બન્યા હતા. જેથી ફરી એકવાર સત્તા ભાજપ પાસે રહી છે.
Advertisement