અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભને લીધે ભારે પવન સાથે વરસાદ થવાની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાનું અનુમાન છે. હવામાન વિભાગે 28 અને 29 મે એ સામાન્ય વરસાદની આગાહી કરી છે.
Advertisement
Advertisement
કલાક દીઠ 30 થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે
અમદાવાદમાં વરસાદી ટર્ફ પસાર થવાને લીધે વરસાદ થવાની શક્યતા છે. તેની સાથે જ રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, મહીસાગરમાં પણ વરસાદ પડવાની આગાહી છે. આ વિસ્તારોમાં કલાક દીઠ ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.
સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે
દરિયામાં જેમ જેમ સિસ્ટમ સક્રિય થશે તેમ દરિયા કિનારા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પણ ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર અંગે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ભારે ઝડપ સાથે પવન ફૂંકાઈ શકે છે.
40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં આંધી અને વરસાદનું એલર્ટ પણ આપ્યું છે. તેને લીધે લોકોને ગરમીમાંથી રાહત મળશે. હિમાચલમાં આંધી અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભને કારણે હિમાલય ક્ષેત્રના હવામાનમાં બહુ મોટો પલટો આવ્યો છે. રાજસ્થાનમાં આજે ધૂળની ડમરીઓ ઉડે તેવી શક્યતા છે, જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે
Advertisement