રાજ્યના મોટા ભાગના શહેરો જ્યારે હીટવેવનો અનુભવ કરી રહ્યા હતા ત્યારે અચાનક ભાવનગરમાં વરસાદ પડતાં સૌરાષ્ટ્રમાં ગરમીમાં આંશિક રાહત મળી હતી. તો વળી બીજી તરફ હવામાન ખાતાએ વાદળ છાયા વાતાવરણને કારણે તાપમાનમાં આંશિક ઘટાડાની આગાહી કરી છે.
Advertisement
Advertisement
અરબી સમુદ્રમાં સામાન્ય પ્રેશર સર્જાતા હળવા વાદળો રાજ્યના આકાશમાં છવાતા હાલ પૂરતો ગરમીમાં બે દિવસનો વિરામ મળ્યો છે. પરંતુ ત્યારબાદ ગરમી વધે તેવી શક્યતા છે. ગઈકાલે અમદાવાદનું તાપમાન 43.7 ડિગ્રી હતું અને એરપોર્ટ વિસ્તારમાં 44 ડિગ્રીને પાર કરી ગયું હતું તેની સામે આજે અમદાવાદ શહેરનું તાપમાન 41 ડિગ્રી થઈ ગયું છે. જે બે ડિગ્રી ઓછું હતું. આજે દિવસ દરમ્યાન શહેરીજનોએ આંશિક રાહતનો અનુભવ કર્યો હતો.
આજે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ ઝાપટા પડ્યા હતા અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ સુરેન્દ્રનગર 39, રાજકોટ 39, સુરત 35 અને મહેસાણામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે દિવસ દરમ્યાન ગરમીથી આંશિક રાહતની અનુભૂતી થઈ હતી અને વહેલી સાંજે ઠંડો પવન અનુભવાયો હતો.
જો કે આ સ્થિતિ લાંબી રહેશે કે કેમ એ પ્રશ્ન છે કારણ કે બે દિવસ પછી ફરી તાપમાન ઊંચકાવાની પૂરેપૂરી શક્યતા છે.
Advertisement