અમદાવાદ: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચેની પ્રસ્તાવિત મેચને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત વરિષ્ઠ IPS અધિકારીઓ સાથે અઢી કલાક સુધી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે મેચના બીજા દિવસ એટલે કે રવિવારની રાત સુધી રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત જાળવવાનો આદેશ આપ્યો છે. આ માટે દરેક જિલ્લા અને મહાનગરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અને કમિશનરોને ગુરુવારે પ્લાન તૈયાર કરીને તેનો અમલ કરવાની સૂચના આપવામાં આવી છે.
Advertisement
Advertisement
રવિવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. બંને દેશો વચ્ચેની ક્રિકેટ મેચને ધ્યાનમાં લઈને ગૃહરાજ્યમંત્રીએ પોલીસને બંને દેશોની ક્રિકેટ ટીમો જ્યાં રોકાવાની છે તે હોટલના ગેસ્ટ લિસ્ટ ચેક કરવા ઉપરાંત દરેક આવતા-જતા દરેક વ્યક્તિ પર ચાંપતી નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે કડક પગલાં લેવાના આદેશો પણ આપવામાં આવ્યા છે.
ફરજ પરના અધિકારીઓ મેચ જોતા પકડાશે તો કાર્યવાહી થશે!
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જેમને ફરજ સોંપવામાં આવી છે તેવા તમામ રેન્કના પોલીસ અધિકારીઓ ક્રિકેટ મેચ જોતાં પકડાશે તો તેમને તાત્કાલિક શિસ્તભંગના પગલાંનો સામનો કરવો પડશે. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને કહ્યું કે સબ ઈન્સ્પેક્ટર-પીએસઆઈ રેન્કથી નીચેના પોલીસકર્મીઓ પાસે સ્ટેડિયમમાં મોબાઈલ ફોન હોવા ન જોઈએ.
Advertisement