અમદાવાદઃ ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે લોકોમાં હાહાકાર મચી ગયો છે. છેલ્લાં કેટલાક દિવસોથી અવિરત વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી બે દિવસ સુધી કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
Advertisement
Advertisement
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી એટલે કે 12 જુલાઈથી રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાં કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા અને છોટા ઉદેપુર વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું છે. 12 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. આવતીકાલથી સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે સુરત, વલસાડ, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે. 14મી જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે ત્રીજા રાઉન્ડની આગાહી કરી
તમને જણાવી દઈએ કે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 15 થી 23 જુલાઈ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. આગામી 15 થી 23 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે કેટલાંક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
Advertisement