આજે બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટો ઉદેપુર, ડાંગ,નર્મદા, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર, કચ્છમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત 28 એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, અમરેલી,ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Advertisement
Advertisement
ગુજરાતમાં એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડે છે. પરંતુ ચાલુ વર્ષે તાપમાન સામાન્ય રહ્યું છે. એપ્રિલ મહિના હિટવેવ પણ રહે છે પરંતુ ચાલુ વર્ષે 27 એપ્રિલ સુધીમાં માત્ર એક વખત હિટવેવની આગાહી કરવામાં આવી હતી. તે પણ કચ્છના માત્ર એકાદ વિસ્તારમાં અને અન્ય શહેરોનું તાપમાન સામાન્ય રહ્યું. વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે હિટવેવની ફિક્વન્સી ઘટી છે.
આગામી 4 દિવસ હજુ પણ ગરમીમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. કારણ કે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે. જેના કારણે અરબી સમુદ્રનો ભેજ ગુજરાત પર આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક વિસ્તારમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. જેથી તાપમાનમાં પણ બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો આવશે.
એપ્રિલના અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, કચ્છ, અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, રાજકોટમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
Advertisement