હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Advertisement
Advertisement
તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના
રાજ્યમાં છેલ્લાં થોડાં દિવસોમાં અમદાવાદ સહિત અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં ગયા રવિવારે ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે શહેરના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. જો કે હવે રાજ્યમાં ફરી એક વખત તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર માટે 1 જૂન એટલે કે આજે અને 4 જૂને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
રાજ્યના તાપમાનમાં 1થી 2 ડિગ્રીના વધારાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં 1 જૂને એટલે કે આજે અને 4 જુને ગરમીનું યલો એલર્ટ આપવામા આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ સાથે 24 કલાક દરમિયાન તાપમાન 40 ડિગ્રી આસપાસ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેની નજીક આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ વરસ્યો હતો.
Advertisement