હવામાન વિભાગ IMDની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓ, દિવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ગુજરાતના અમુક વિસ્તારોમાં 40 કિમીની આસપાસ પવન ફૂંકાવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં 25 મેથી 29 મે સુધીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
પાટણ અને બનાસકાંઠામાં બુધવારે સાંજે વરસાદ પડ્યો હતો. વળી, મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને ભારે પવન ફૂંકાયો હતો. પાટણમાં બે કલાકમાં જ 9મીમી વરસાદ ખાબક્યો હતો. ડીસામાં પણ બુધવારે સાંજે માવઠાની અસર જોવા મળી હતી.
વળી, રાધનપુર, સાંતલપુર, હારીજ, સમીમાં પણ ભારે પવન અને કરા સાથે માવઠું થયું હતુ. રૂની, કમલીવાડા, કુણઘેર સહિત ગ્રામ્ય પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જો કે, છેલ્લા ઘણા દિવસોના બફારા અને ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
Advertisement