ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે સવારે 9 વાગે જાહેર થયું, જેમાં સુરત જિલ્લાનું 71.15 ટકા પરિણામ રહ્યું છે, સાથે સાથે સમગ્ર રાજ્યમાં A-1 ગ્રેડમાં સૌથી વધુ સુરતના 16 વિદ્યાર્થીઓ સાથે એકવાર ફરી સુરતનો રાજ્યમાં ડંકો વાગ્યો છે.
રાજય શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023મા લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં સુરત જિલ્લામાંથી પરીક્ષા આપવા નોંધાયેલાં કુલ 14943 વિદ્યાર્થીઓમાંથી 14931 એ પરીક્ષા આપી હતી અને આજે પરિણામ જાહેર થતાં સુરત કેન્દ્રનું 71.15 ટકા પરિણામ આવ્યું છે.
આ પરિણામ સાથે જ રાજ્યમાં 36 પરીક્ષા કેન્દ્રોમાં સૌથી વધુ A-1 ગ્રેડમાં સુરતના વિદ્યાથીઓ મેદાન મારી ગયા છે.
Advertisement