શોપિંગ મોલમાં સિનિયર સિટીઝન્સને શોપિંગ કરવાનું ખૂબ જ સહેલું બને અને તેઓ એક કાર્ટમાં બેસીને સહેલાઈથી શોપિંગ કરી શકશે આ માટે સુરતના ઈલેક્ટ્રીક એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ એક એવું કાર્ટ બનાવ્યું છે જે સિનિયર સિટીઝન માટે શોપિંગ મોલમાં શોપિંગ કરવાનું ખૂબ સહેલું કરી દેશે.
સુરતના પાંડેસરા વિસ્તારના સંગમ મિશ્રા જેઓ બી.ટેકના વિદ્યાર્થી જેમને બનાવેલી કાર્ટ કારમાં બેસીને કોઈપણ શોપિંગ મોલમાં સિનિયર સિટીઝન સહેલાઈથી શોપિંગ કરી શકશે.
જે સંપૂર્ણ રીતે બેટરી ઓપરેટેડ અને ઈલેક્ટ્રીક વ્હિકલ છે. જોકે આ કાર્ટ વિદેશમાં ઘણા સફળ છે. પરંતુ સંગમ મિશ્રાએ સંપૂર્ણ મેડ ઈન ઈન્ડિયન પ્રોડક્ટ તૈયાર કરી છે.
સંગમ મિશ્રાએ જણાવ્યું કે, આ ડિઝાઈન કરવા પહેલા અમે મોલ ગયા અને કાર્ટની સાઈઝની ડિટેઈલ એકત્ર કરી હતી, જેની પાછળ કારણ છે કે જ્યારે અમે કાર્ટ બનાવીએ તે કોઈપણ મોલમાં ઉપયોગી બની રહે. આ સંપૂર્ણ રીતે કસ્ટમાઈઝ છે જેના કારણે આ કોઈપણ મોલમાં વાપરી શકે છે. આ સંપૂર્ણ રીતે બેટરી ઓપરેટેડ છે અને તે કુલ વજન 200 કિલોગ્રામ ખેંચી શકે છે.
Advertisement