ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ મંગળવારે જાહેર કરી દેવાયા બાદ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં FYB.Sc.ની પ્રવેશ કાર્યવાહીની સત્તાવાર જાહેરાત કરાઈ છે.
જે પ્રમાણે ફેકલ્ટીમાં પ્રવેશ માટે તા.4 મેથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની કાર્યવાહી તા.3 જુન સુધી ચાલુ રહેશે. 10 જુનના રોજ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. 18 તારીખે પહેલા રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. પહેલા રાઉન્ડમાં ઓનલાઈન પધ્ધતિથી પ્રવેશ અપાશે. એ પછી 29 અને 30 જુનના રોજ બીજા રાઉન્ડમાં ઓફલાઈન પધ્ધતિથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જુલાઈ મહિનાના પહેલા સપ્તાહથી કોલેજના પહેલા વર્ષ સાયન્સનું શિક્ષણ પણ શરૂ કરી દેવામાં આવશે તેવું ફેકલ્ટી ડીન જણાવ્યું છે.
સાયન્સમાં એફવાયબી.એસસી.ની ગ્રાન્ટ ઈન એઈડની 1200 જેટલી બેઠકો છે. ઉપરાંત પાદરા કોલેજમાં 420 બેઠકો પર હાયર પેમેન્ટ પધ્ધતિથી પ્રવેશ આપવામાં આવે છે.
Advertisement