ગુજરાતમાં દવા બનાવતી કંપનીઓને લઈને એક ચૌંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ સામે આવ્યા પછી લોકો માટે ચિંતા વધી છે. તો બીજી તરફ દવા બનાવતી કંપનીઓમાં હાહાકાર મચ્યો છે.
Advertisement
Advertisement
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં 35 દવા બનાવતી કંપનીની 42 દવાના નમૂના ફેલ થયા છે.
રાજ્યમાં દવા બનવાતી ફાર્મા કંપનીમાંથી ગત વર્ષના જાન્યુઆરીથી આ વર્ષે ફેબ્રુઆરી 2023ના સમયગાળા દરમિયાન દવાના નમૂના લેવામાં આવ્યા હતા. આ દવાની તપાસ કર્યા બાદ જાહેર કરેલા રિપોર્ટમાં 42 દવાના નમૂના ફેલ ગયા હતા.
CDSCOએ દેશમાંથી 680 જેટલા દવાના નમૂના લીધા હતા. ફાર્મા કંપનીમાંથી એન્ટિબાયોટિક, વિટામિન સહિતની દવાઓના નમૂના લેવામા આવ્યા હતા.
રાજ્યની 35 જેટલી ફાર્મા કંપનીની દવાના નમૂના ફેલ થયા હતા. હાલના સમયમાં નશીલી દવાનુ ચલણ વધી ગયુ હોવાના કારણે કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે દરોડા પાડી રહ્યુ છે અને આવી દવાઓ જપ્ત કરી રહ્યુ છે.
Advertisement