અમદાવાદઃ દેશમાં લોકશાહી અને બંધારણને સુરક્ષિત જાળવવાના અભિયાનના ભાગરૂપે અમદાવાદના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે લોકરાજનીતિ મંચ અને પ્લુરાલિસ્ટ ઈન્ડિયા દ્વારા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો વિષય “લોકશાહી બચાવો, બંધારણ બચાવો”હતો. સેમિનારના પ્રથમ સત્રની અધ્યક્ષતા પ્લુરાલિસ્ટ ઈન્ડિયાના મહેન્દ્ર ભાવસારે કરી હતી, પ્રથમ સત્રના મુખ્ય પ્રવક્તા અને અતિથિ પૂર્વ સાંસદ દેબા પ્રસાદ રોયે ભારતીય સ્વતંત્રતાના ઇતિહાસ અને પ્લુરાલિસ્ટ ઈન્ડિયાના ઇતિહાસના સંઘર્ષ પર ભાર મૂક્યો હતો.
Advertisement
Advertisement
સમારોહને સંબોધતા પૂર્વ સાંસદે કહ્યું કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ એક વ્યક્તિ કે પક્ષની ભૂમિકા ન હતી. પરંતુ, સૌએ સાથે મળીને લડત આપી ત્યારે આઝાદી મળી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશના ભાષાકીય પ્રાંત અને બહુલવાદી સંસ્કૃતિને સમજી ગઈ હતી, પરંતુ આજની કેન્દ્ર સરકાર તેને સમજી શકતી નથી, જેના કારણે ભાષાકીય લડાઈ વધી રહી છે.
સેમિનારના મુખ્ય વક્તા પ્રોફેસર હેમંત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હાલમાં દેશના ટુકડા કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. લોકશાહીનો અર્થ ચૂંટણી વ્યવસ્થા હોતો નથી. ચૂંટણી તો ચીનમાં પણ યોજાય છે, ચીન એક સ્વતંત્ર દેશ છે. પરંતુ ચીનના લોકો આઝાદ નથી. તેવી જ રીતે ભારત એક આઝાદ દેશ છે અને દેશની જનતાને ફરી એકવાર ગુલામ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
મેગ્સેસે પુરસ્કાર વિજેતા સંદીપ પાંડેએ યુએસ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ આપેલા ભાષણ પર નિશાન સાધતા કહ્યું કે, એ કહેવું ખૂબ જ સરળ છે કે લોકશાહી ભારતના ડીએનએમાં છે. ઈમરજન્સીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તે સમયે ઘણા લોકોને જેલમાં નાંખી દેવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેમને છોડી પણ દેવામાં આવ્યા હતા. પરંતુ આજની અઘોષિત ઈમરજન્સીમાં લોકો 4-4 વર્ષથી જેલમાં છે. કોંગ્રેસ સાથે લડવું સરળ હતું, તે સૂચનો સ્વીકારતી હતી અને વિરોધને સાંભળતી પણ હતી. પરંતુ ભાજપ લોકશાહીમાં બિલકુલ માનતો નથી. આજે દેશમાં રાઈટ ટુ એજ્યુકેશન, રાઈટ ટુ ઈન્ફર્મેશન જેવા લોકહિતના કાયદા છે તે કોંગ્રેસની જ ભેટ છે.
Advertisement