દક્ષિણ ગુજરાતની સૌૈથી મોટી સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ૧૪ ડિરેક્ટરોની બિન હરીફ ચૂંટાઇ આવ્યા બાદ આજે પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ પર માટે વરણી થઇ છે. ભાજપના તમામ ડીરેક્ટરો ચુંટાઇ આવ્યા હોવાથી ભાજપ તરફી મેન્ડેડ આપીને પ્રમુખ અને ઉપ પ્રમુખ પદ માટેની વરણી કરવામાં આવી હતી. આજે સુરત એપીએમસીના પ્રમુખ પદ માટે ચોર્યાસી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઇ તેમજ ઉપ પ્રમુખ તરીકે હર્ષદ પટેલની વરણી કરવામાં આવી છે.
Advertisement
Advertisement
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને વાર્ષિક ૨૫૦૦ કરોડથી વધુ ટન ધરાવતી એપીએમસીના વ્યવસ્થાપક કમિટીની ચુંટણીમાં ૧૦ ખેડૂત, મંડળી અને ચાર વેપારીની મળીને ૧૪ બેઠકો પર ચુંટણી થઇ હતી. આ ઉપરાંત પાલિકા, જિલ્લા રજિસ્ટાર અને સુરત જિલ્લા ખેતીવાડીની એક એક બેઠક મળીને કુલ ૧૯ બોર્ડ ડીરેક્ટરર્સ થશે. સુરત એપીએમસીના પ્રમુખ પદે સંદિપ દેસાઇનું નામ અગાઉથી જ ચર્ચામાં હતું.
પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ ઉપ પ્રમુખ જનક બગદાણાવાળાએ તમામ ડીરેક્ટર્સને રૂબરૂ મળી સાંભળ્યા હતા અને આજે સત્તાવાર રીતે પ્રમુખ પદ માટે સંદીપ દેસાઇ અને ઉપ પ્રમુખ પદ માટે હર્ષદ પટેલની વરણી કરવામાં આવી છે.
Advertisement